March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાય પર જંગલમાં ખેતી કરનાર આદિવાસી પરિવારો પર ફોરેસ્‍ટ વિભાગ દ્વારા એફઆઈઆર દાખલ કરી રહી છે, જે સંદર્ભે કલેક્‍ટરનેલેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્‍યા અનુસાર ભારત દેશ આઝાદ થવા પહેલા બ્રિટિશ ફોરેસ્‍ટર એક્‍ટ મુજબ ફોરેસ્‍ટ વિસ્‍તારની જમીનનો વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવતો હતો. 1947માં ભારત દેશ આઝાદ થયા બાદ બ્રિટિશ ફોરેસ્‍ટ એક્‍ટના તાબામાં ચાલતી આવી રહી હતી. આઝાદી બાદ દરેક ફોરેસ્‍ટની જમીન ઈન્‍ડિયન ફોરેસ્‍ટ એક્‍ટને આધીન ચાલી ગઈ હતી.
બીજી તરફ આજના ભારત દેશના કેટલાક ભાગમાં પોર્ટુગીઝનું શાસન ચાલી રહ્યું હતું. જેમાં એક વિસ્‍તાર દાદરા નગર હવેલી અને દમણ દીવ પણ હતો અને આ જંગલ વિસ્‍તારમા પોર્ટુગીઝ ફોરેસ્‍ટ એક્‍ટ મુજબ દાનહ વિસ્‍તારની ફોરેસ્‍ટની જમીનનો વહીવટ કરવામાં આવતો હતો એ સમયે જંગલની જમીન આદિવાસી સમુદાયના લોકોને જંગલની જમીન લીઝ ફોર એગ્રીમેન્‍ટ મુજબ ખેતી કરવા માટે આપવામાં આવતી હતી. પોર્ટુગીઝ શાસનના અંત બાદ મુખ્‍ય રૂપે ગોવાથી વહીવટ કરવામાં આવતો હતો અને દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા એજ રૂલ્‍સનો અમલ કરી લીઝ ફોર એગ્રીમેન્‍ટ મુજબ સેંકડો આદિવાસી પરિવારને ફોરેસ્‍ટની જમીન ખેતી કરવા માટે આપવામાં આવતી હતી અને એ સમયે આદિવાસી પરિવાર ફોરેસ્‍ટની જમીન પર ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા.
આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર લાંબી કાનૂનીલડાઈ બાદ અંતમા નિર્ણય લેવામાં આવેલ કે દાનહને 11 ઓગસ્‍ટ 1961ના રોજ ભારત ગણરાજ્‍યનો ભાગ બનાવવા માટે વિલય કરવા માટે કરાર કરવામાં આવેલ અને એજ મુજબ ઈન્‍ડિયન ફોરેસ્‍ટ એક્‍ટ મુજબ દાનહની જંગલની જમીન તાબામાં લેવામાં આવી હતી.
હાલમાં ફોરેસ્‍ટ વિભાગના કેટલાક અધિકારીઓ આદિવાસીઓ પર એફઆઈઆર કરી ઈરાદાપૂર્વક ડરાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આ પ્રકારનું કળત્‍ય કરવું એ દુર્ભાગ્‍યપૂર્ણ અને નિંદનીય છે.
જેથી કલેક્‍ટરને નિવેદન કરવામાં આવે છે કે, નવા નવા ફોરેસ્‍ટ વિભાગના અધિકારીઓને દાનહના ઈતિહાસની જાણકારી આપો અને ફોરેસ્‍ટ વિભાગને સૂચિત કરે કે આદિવાસી સમુદાય પર નાનામોટા મામલામાં એફઆઈઆર કરી હેરાન કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને જંગલની અંદર ખેતી નહિ કરવા દેવું એ ઘણુ દુઃખદ છે, ફોરેસ્‍ટની જમીનમાં વર્ષોથી ખેતી કરી જીવનાર સેંકડો આદિવાસી પરિવારોને હવે ફોરેસ્‍ટ વિભાગ જંગલની જમીન પર ખેતી નહિ કરવા દઈ રહ્યા છે, આખરે જિલ્લા પ્રશાસન આદિવાસીઓ સાથે આવો શોટેલો વ્‍યવહાર કેમ? આખરે જિલ્લા પ્રશાસન સ્‍થાનિક સમુદાયો સાથે ભેદભાવની નીતિ કેમ અપનાવી રહી છે. દાનહ બાહુલ્‍ય આદિવાસી વિસ્‍તાર છે અને અનુસૂચિત-પના દાયરામાંઆવતો વિસ્‍તાર છે એના સિવાય આદિવાસી સમુદાયને લઈ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટ આવેલ પરંતુ એને જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ જ ધ્‍યાનમાં લેવામાં આવતા નથી. આવી જ રીતનો રવૈયો રહેશે તો આવા અફસરશાહીના વિરુદ્ધ ગાંધી ચિંધ્‍યા માર્ગે જન આંદોલનનું આહ્‌વાન કરવું પડશે અને રોડ પર ઉતરવું પડશે જેના માટે જવાબદાર દાનહ ફોરેસ્‍ટ વિભાગ અને જિલ્લા પ્રશાસન રહેશે.

Related posts

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

વાપી એસ. કાન્‍ત હેલ્‍થ કેર કંપનીમાં મહિલાના સ્‍વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનાર યોજાયો

vartmanpravah

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment