September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

કશ્‍યપ રમેશભાઈ પંચાલને ફેક્‍ટરીથી છૂટી ઘર તરફ જતા અકસ્‍માત નડયો : ઘટના સ્‍થળે જ કશ્‍યપનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી જીઆઈડીસી થર્ડફેઈઝ રોડ સરદાર ચોકની નજીક બુધવારે રાતે બે બેફામ દોડી રહેલી બાઈકો સામસામે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય બાઈકના ચાલક સહિત પાછળ બેસેલા નીચે પટાકા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.
વાપી જીઆઈડીસી થર્ડફેઈઝ સરદાર ચોક નજીક આવેલ ગાર્નટ પેપર મીલ સામે મંગળવારે રાતે બાઈક નં.જીજે 15 સીએ 3390 અને બાઈક નં.જીજે 15 ડીએચ7001 ફુલ સ્‍પીડમાં એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્‍માત બાઈક સવારે નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા તે પૈકી એક કેટીએમ બાઈક સવાર કશ્‍યપ રમેશભાઈ પંચાલએ હેલ્‍મેટ નહોતુ પહેર્યું તેથી પટકાતા જ સ્‍થળ ઉપર કરુણ મોત થયું હતું જ્‍યારે અન્‍ય બાઈક બે સવારે પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોએ 108 દ્વારા ઘાયલ બે ને સારવાર માટે ખસેડયા હતા. ઉદ્યોગનગર પોલીસે રાતે ઘટના સ્‍થળે પહોંચી વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા પુલ ઉપર ફરીવાર ખાડો પડતા દોડ મચી

vartmanpravah

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

Leave a Comment