October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16 માર્ચે આપણા સૌના માર્ગદર્શક ને કર્તવ્‍યનિષ્ઠ ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્‍યક્ષ તથા સાંસદશ્રી નવસારીના શ્રી સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ, દેગામ, તા.વાપી સંચાલિત સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા હતા. બહુજ આનંદ અને સંતોષ પ્રભુનાં પ્‍યારાં બાળકો સાથે થયો હતો.
આર્થિક સેલ જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ, નોટીફાઈડ મહામંત્રી સુધીરભાઈ સાવલિયા, દીપકભાઈ પટેલ વિગેરેએ પ્રાસંગિક ઉદબોધનમાં દરેક વક્‍તાઓએ પાટીલને જન્‍મ દિવસની શુભેચ્‍છા સહ શ્રી પાટીલનું સ્‍વાસ્‍થ્‍ય તંદુરસ્‍ત રહે, ્‌તેઓનું માર્ગદર્શન કાર્યકરોને હંમેશાં મળતુ રહે, અને ઉત્તરોતર સર્વાંગી રાજકીય, સામાજિક પ્રગતિ કરતા રહે સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્‍માની અસીમ કળપા તેઓ પર વર્ષે તેવી ભાવના વ્‍યક્‍ત કરેલહતી.
કાર્યકમમાં સામેલ ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લાનાં સંયોજક મહેશ ભટ્ટ, ડુંગરાનાં પૂર્વ સરપંચ અને પૂર્વ વાપી ન.પા. સભ્‍ય નરેશભાઈ ઉર્ફે (કારાભાઈ) હળપતિ, વાપી શહેર આર્થિક સેલનાં સંયોજક હરીશ પટેલ(હરીશ આર્ટસ), ભાજપ નોટીફાઈડનાં મહામંત્રી સુધીરભાઈ સાવલિયા, ભાજપ વાપી શહેર મહિલા મોરચાનાં મંત્રી નીતાબેન ટીલાલા, ચણોદ ગામ પંચાયતનાં સભ્‍ય વનરાજભાઈ ગૌદાની, ડુંગરાનાં સામાજિક અગ્રણી દીપકભાઈ પટેલ, પાયોનીયર બેકરીનાં માલિક દાનીસ સિદ્દીકી, ડ્રીમ ટ્રાન્‍સપોર્ટનાં રામનીવાસજી, ડુંગરી ફળિયાનાં દેવનાથભાઈ, મહિલા કાર્યકરો વિમલબેન પરમાર, રક્ષાબેન રાઠોડ, વિગેરે ઉપસ્‍થિત તમામને કાર્ય સંતોષ થયેલ.
સંસ્‍થાનાં સંચાલકોમાંથી અમરતભાઈ સોની, પ્‍યારેલાલ શર્માજી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

કપરાડા માંડવા પાસે સ્‍કૂલ બસના ડ્રાઈવર ઉપર ટ્રક ફળી વળતા સારવારમાં કરુણ મોત

vartmanpravah

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment