Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

ડીપીએલ-3ના આયોજક જીજ્ઞેશભાઈ પટેલે તમામનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશમાં આકર્ષણનું કેન્‍દ્ર બનેલ ડીપીએલ-3ના રોમાંચક મુકાબલાને નિહાળવા અને આયોજકોનો હોંશલો બુલંદ કરવા માટે વિવિધ સમાજના આગેવાનો પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમ ખાતે આવી રહ્યા છે. જેમાં આજે શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના આગેવાનોએ પણ મુલાકાત લઈ ક્રિકેટ ટૂર્નામેન્‍ટને નિહાળી હતી.
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિ મંડળમાં સમાજના પૂર્વ અધ્‍યક્ષો સર્વશ્રી મહેશભાઈ આગરિયા, શ્રી રણજીતભાઈ દમણિયા, શ્રી રમેશભાઈ દમણિયા, શ્રી ભરતભાઈ દમણિયાનો સમાવેશ થતો હતો. જેમાં ભામટી પ્રગતિ મંડળના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી વિનોદભાઈ આગરિયા, શ્રી ગણપતભાઈ રાઠોડ, શ્રીજયંતિભાઈ પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ દમણિયા, શ્રી અરવિંદભાઈ આગરિયા, શ્રી નિમેષભાઈ દમણિયા, શ્રી ધર્મેન્‍દ્રભાઈ રસુલિયા, શ્રી હિતેશભાઈ મિષાી, શ્રી કલ્‍પેન્‍દ્ર રાઠોડ, શ્રી શૈલેન્‍દ્ર રાઠોડ, શ્રી મહેશ દમણિયા, શ્રી પ્રવિણ રાઠોડ, શ્રી દિપક રાઠોડ, શ્રી દિપિન દમણિયા, શ્રી મયુર રસુલિયા, શ્રી સનજીત, શ્રી વિશાલ રાઠોડ, શ્રી રાજ પટેલ, શ્રી રિતેશ દમણિયા તથા શ્રી કાંતિભાઈ દમણિયા સહિત આગેવાનોનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે ડીપીએલ-3ના આયોજક અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલે તમામ ઉપસ્‍થિતોનું ભાવભીનું સ્‍વાગત કર્યું હતું.

Related posts

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અને ઇનોવેશન પ્રોગ્રામ, વી. એન. એસ જી .યુ દ્વારા રીસર્ચ એન્ડ ઇનોવેશન ગ્રાન્ટ પ્રાપ્ત થઇ

vartmanpravah

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah

Leave a Comment