September 12, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

અકલ્‍પનીય પડેલા માવઠાને લઈ સામાન્‍ય જનજીવન પ્રભાવિત થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ મધ્‍યે આજે વાપી સહિત ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો હતો.
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાદળછાયા વાતાવરણમાં પલટો આવવાનું કારણ છેલ્લા બે દિવસથી બંગાળ ઉપસાગરમાં દબાણ વધતા કમોસમી વરસાદ પડયો છે. આ વરસાદ ગુજરાતના અન્‍ય વિસ્‍તારમાં પડયો છે. સવારે ગરમી બાદ વાપીમાં બપોર પછી અચાનક વરસાદ પડતા રોડ ઉપર હરતા ફરતા વાહન ચાલકોએ પુલ કે દુકાનના છાપરા-છત નીચે છુપાઈ વરસાદનો પ્રતિકાર કરવો પડયો હતો. વાદળછાયા વાતાવરણ અને વરસાદને લઈ અમુક લોકો અભડાઈએ ચઢાવેલા રેઈનકોટ બહાર કાઢીને બહાર નિકળેલા જોવા મળતા હતા તો કેટલાક લોકો છત્રી લઈને પણ નિકળ્‍યા હતા. વલસાડ જિલ્લા સાથે પડોશી સંઘપ્રદેશ દાનહ અને દમણમાં ભારે વરસાદી ઝાપટા પડયા હતા. અચાનક અકલ્‍પનીય માવઠાને લઈ સામાન્‍ય જનજીવન પ્રભાવિત થયું હતું.

Related posts

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment