ડીપીએલ-3ના આયોજક જીજ્ઞેશભાઈ પટેલે તમામનું કરેલું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ ડીપીએલ-3ના રોમાંચક મુકાબલાને નિહાળવા અને આયોજકોનો હોંશલો બુલંદ કરવા માટે વિવિધ સમાજના આગેવાનો પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે. જેમાં આજે શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના આગેવાનોએ પણ મુલાકાત લઈ ક્રિકેટ ટૂર્નામેન્ટને નિહાળી હતી.
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિ મંડળમાં સમાજના પૂર્વ અધ્યક્ષો સર્વશ્રી મહેશભાઈ આગરિયા, શ્રી રણજીતભાઈ દમણિયા, શ્રી રમેશભાઈ દમણિયા, શ્રી ભરતભાઈ દમણિયાનો સમાવેશ થતો હતો. જેમાં ભામટી પ્રગતિ મંડળના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી વિનોદભાઈ આગરિયા, શ્રી ગણપતભાઈ રાઠોડ, શ્રીજયંતિભાઈ પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ દમણિયા, શ્રી અરવિંદભાઈ આગરિયા, શ્રી નિમેષભાઈ દમણિયા, શ્રી ધર્મેન્દ્રભાઈ રસુલિયા, શ્રી હિતેશભાઈ મિષાી, શ્રી કલ્પેન્દ્ર રાઠોડ, શ્રી શૈલેન્દ્ર રાઠોડ, શ્રી મહેશ દમણિયા, શ્રી પ્રવિણ રાઠોડ, શ્રી દિપક રાઠોડ, શ્રી દિપિન દમણિયા, શ્રી મયુર રસુલિયા, શ્રી સનજીત, શ્રી વિશાલ રાઠોડ, શ્રી રાજ પટેલ, શ્રી રિતેશ દમણિયા તથા શ્રી કાંતિભાઈ દમણિયા સહિત આગેવાનોનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે ડીપીએલ-3ના આયોજક અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલે તમામ ઉપસ્થિતોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.