October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: 108 ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સમાં એક મહિલાએ બાળકને જન્‍મ આપ્‍યો. નોંધનીય છે કે એમ્‍બ્‍યુલન્‍સમાં જ મહિલાને સખત દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્‍યારે સમય સૂચકતા દાખવીને એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી – દીપેંદર પટેલ પાઈલોટ – પ્રકાશ ગવળી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. અત્‍યારે માતા અને તાજા જન્‍મેલા બાળકની સ્‍થિતિ સુરક્ષિત છે.
કપરાડા લોકેશન 3 ની108 ઈમરન્‍સી એમ્‍બ્‍યુલન્‍સના પાયલોટ પ્રકાશ ગવળી તેઓની ફરજ દરમિયાન સુથારપાડાની સરકારી હોસ્‍પિટલકેસ માટેનો હોસ્‍પિટલમાંથી ડોક્‍ટરનો કોલ આવ્‍યો હતો. ત્‍યારે તે ભવાડા જાગીરીનાં 108 ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ મારફતે મહિલા દર્દી પ્રેમિલાબેન અંકિતભાઈ શનકરાને વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં લઈ જતા હતા. તે વેળાએ માતા દર્દી પ્રેમિલાબેનને અચાનક જ 108 ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સમાં દુખાવો ઉપડ્‍યો હતો. જેથી 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દીપેંદર પટેલ દ્વારા તે મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક 108 એમ્‍બ્‍યુલન્‍સમાં કરાઈ હતી.
ત્‍યારબાદ મહિલા દર્દી અને તેઓના તાજા જન્‍મેલા બાળકને વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્‍યા હતા.

Related posts

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

vartmanpravah

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

વાપીમાંથી રીઢો ટ્રક ચોર ઝડપાયો : 6 મહિનામાં 3 ટ્રક અનેઆઈશર ટેમ્‍પોની ચોરી કરી

vartmanpravah

કપરાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને ડેપ્‍યુટી સરપંચોઍ વિધિવત કાર્યભાર સંભાળ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

Leave a Comment