October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્‍તરણ અધિકારી, પંચાયત તરીકે ફરજ બજાવતા શ્રી મહેન્‍દ્રભાઈ પટેલ રહે.કચવાલ તા.પારડીનું આજે બપોરેઅચાનક હદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે. તેઓ આજે સવારે તેમના ઘરેથી તાલુકા પંચાયત કચેરી વાપી ખાતે જવા માટે બાઈક પર જવા નીકળ્‍યા હતા. પરંતુ રસ્‍તામાં જ તેમને હાર્ટ એટેક આવ્‍યો હતો અને તેઓ બાઈક પરથી પડી ગયા હતા. અને ત્‍યાં જ તેમનું દુઃખદ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી માંદગીથી પીડાતા હતા. અને તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા.
ખુબ જ સાલસ સ્‍વભાવના મહેન્‍દ્રભાઈએ લાંબા સમય સુધી વલસાડ જિલ્લા વિવિધ તાલુકાઓમાં તલાટી કમ મંત્રી તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી હતી હતી. છેલ્લા બે વર્ષથી તેમને વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્‍તરણ અધિકારી પંચાયત તરીકેનું પ્રમોશન મળતા તેઓ ફરજ બજાવતા હતા. ગત વર્ષે તેઓ તાલુકા વિકાસ અધિકારીની ખાતાકીય પરીક્ષામાં પણ પાસ થયા હતા. એકાદ વર્ષમાં તેમને પ્રમોશન પણ મળવાનું હતું. પણ આજે અચાનક હદય રોગનો હુમલો આવતા તેઓ આપણી વચ્‍ચે રહ્યાં નથી.
તેમની અંતિમ યાત્રા આજે બપોરે 2.30 કલાકે તેમનાં ઘરેથી નિકળશે. પ્રભુ સદગતના આત્‍માને પરમ શાંતિ આપે અને તેમના પરિવારને તેમની ચિર વિદાય સહન કરવાની શક્‍તિ આપે એવી પ્રાર્થના.

Related posts

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

vartmanpravah

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

vartmanpravah

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

Leave a Comment