(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. નોંધનીય છે કે એમ્બ્યુલન્સમાં જ મહિલાને સખત દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્યારે સમય સૂચકતા દાખવીને એમ્બ્યુલન્સના ઈએમટી – દીપેંદર પટેલ પાઈલોટ – પ્રકાશ ગવળી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. અત્યારે માતા અને તાજા જન્મેલા બાળકની સ્થિતિ સુરક્ષિત છે.
કપરાડા લોકેશન 3 ની108 ઈમરન્સી એમ્બ્યુલન્સના પાયલોટ પ્રકાશ ગવળી તેઓની ફરજ દરમિયાન સુથારપાડાની સરકારી હોસ્પિટલકેસ માટેનો હોસ્પિટલમાંથી ડોક્ટરનો કોલ આવ્યો હતો. ત્યારે તે ભવાડા જાગીરીનાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દી પ્રેમિલાબેન અંકિતભાઈ શનકરાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા. તે વેળાએ માતા દર્દી પ્રેમિલાબેનને અચાનક જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સના ઈએમટી દીપેંદર પટેલ દ્વારા તે મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સમાં કરાઈ હતી.
ત્યારબાદ મહિલા દર્દી અને તેઓના તાજા જન્મેલા બાળકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા હતા.