October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી હોસ્‍પિટલ દ્વારા ડો.કુરેશાબેનના માતા રૂબાબબેનની સ્‍મૃતિમાં સર્જીકલ કેમ્‍પ છેલ્લા એક માસથી ચાલી રહ્યો હતો. આ કેમ્‍પના પુર્ણાહુતિ સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પની વિગત આપતા ડો.કુરેશીએ જણાવ્‍યું હતું કે, આ કેમ્‍પમાં 80થી વધુ દર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશનો કરવામાં આવ્‍યા હતા. જેમાં સ્‍તન, થાઈરોઈડ, ગળાના કેન્‍સર, કિડનીની પથરી, પિત્તાશયની પથરી, ગર્ભાશય અને અંડાશયની ગાંઠો, ના સંધાયેલા ફેક્‍ચર, નાના બાળકોની શષા ક્રિયાઓ, હર્નિયા, ભગંદર, એપેન્‍ડિક્‍સ, હાઈડ્રોસિલ, પેનક્રિયાઝ – સ્‍વાદુપિંડના ઓપરેશનનો સમાવેશ થાય છે.
બધા જ ઓપરેશનો કોઈપણ પ્રકારના કોમ્‍પ્‍લિકેશન વગર સફળતાપૂર્વક પાર પાડ્‍યા હતા તેમાટે ડો.કુરેશીએ સમગ્ર સર્જીકલ ટીમ, અન્‍ય ડોક્‍ટરો, નર્સિંગ સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. કેમ્‍પમાં કેટલાક વિશિષ્ટ કેસોની તેમણે વિગતે માહિતી આપી હતી. હા કેમ ખરેખર કપરાડાના ડુંગરાળ આદિવાસી વિસ્‍તારમાંથી આવતા ગરીબ દર્દીઓને આશીર્વાદરૂપ સાબિત થયો હોવાનું ફલિત થાય છે. આ કેમ્‍પનો લાભ કપરાડા અને ધરમપુરના વિવિધ ગામો જેવા કે આંબાજંગલ, વેરીભવડા, ગિરનારા, સુલીયા, ખરેડી, મેંદા, ઓઝરડા, કુંડા, મૂલગામ, નળીમદની, માતુલિયા, માંડવા, સિલોદા, તીસકરી, દાબખલ, કેળવણી, અંભેટી, મહુપાડા, વડોલી, લવકર, સુથાર પાડા, મોટી વહીયાડ, નાની વહીયાળ, હનુમંત માળ, ગોથાણ વિગેરે ગામોના લોકોએ લીધી હતી.
આ ઓપરેશનના કેમ્‍પમાં ડો.કેયુર પટેલ, ડો.ભાવેશ પટેલ, ડો.બ્રિજેશ પટેલ, ડો.મિતેશ મોદી, ડો.નિપૂલ ગાંધી, ડો.રામ, ડો.આશુતોષ, ડો.કુરેશા અને ડો.કુરેશીએ ઓપરેશનો કર્યા હતા અને એનેસ્‍થેસિયા ટીમમાં ડો. સંદીપ દેસાઈ, ડો. રૂપલ પટેલ, ડો. ગૌતમ પરીખ અને ડો. મેઘલ પટેલે સેવા બજાવી હતી.
યોગાનુંયોગ આ પૂર્ણાહુતિ કાર્યક્રમની સાથે સાથે પારડી હોસ્‍પિટલના 32 વર્ષ પૂરા થયા તેની ઉજવણી પણ કરવામાં આવી હતી. પારડી હોસ્‍પિટલે પોતાની હોસ્‍પિટલના ગીતનું પ્રસારણ કર્યું હતું. ગુજરાતની આપ્રથમ હોસ્‍પિટલ છે જેણે પોતાનું ગીત રચ્‍યું હતું.
આ પ્રસંગે કપરાડાથી સોમાભાઈ બાતરીના ગ્રુપે આ પ્રસંગે આદિવાસી નૃત્‍ય રજૂ કરી સહુના મન મોહી લીધા હતા. અંતે ડો. કુરેશાબેને આ કેમ્‍પમાં સહયોગીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે હોસ્‍પિટલના સમગ્ર સ્‍ટાફ ઉપરાંત વલ્લભ આશ્રમના શ્રી દિનેશભાઈ, સ્‍મોલ સ્‍કેલ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેતનભાઈ, માનવ આરોગ્‍ય કેન્‍દ્રના સેક્રેટરી દિનેશભાઈ વિગેરે હાજર રહ્યા હતા.

Related posts

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા સોના-ચાંદીની લૂંટના ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

મોજ-મસ્‍તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને કોળી પટેલ સમાજના હોલમાં આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલનાઃ યુવા આગેવાન અને ધારાશાષાી મયંકભાઈ પટેલ

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

Leave a Comment