અભિજીત તિવારી મહાકાલના પરમભક્ત અને ઉપાસક છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વિશ્વ પ્રસિધ્ધ કાલોના કાલ મહાકાલ ઉજ્જેનના દરબારમાં વાપી લવાછાના મહાકાલના પરમભક્ત પરિવારે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કરી ભગવાન પ્રત્યે ભક્તની અતુટ શ્રધ્ધા ઉજાગર કરી હતી.
વાપી પાસે આવેલા લવાછા ગામ નિવાસી અભિજીત તિવારીનો પરિવાર ઉજ્જેનના બાબા મહાકાલ પ્રત્યે અતુટ શ્રધ્ધા ધરાવે છે. પરિવાર મહાકાલનો ઉપાસક છે. અભિજીત તિવારી પોતાના પરિવાર સાથે ઉજ્જેન મધ્યપ્રદેશ મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. મહાકાલના દર્શન, પૂજા, અભિષેક કરીને અતૂટ શ્રધ્ધા સાથે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ મહાકાલ દરબારને અર્પણ કર્યો હતો. મહાકાલ દરેક ભક્તોની મનોકામના સદૈવ પુરી કરે છે તેથી ભક્તો લાખો-કરોડોનું દાન અવિરત કરતા જોવા મળે છે. લવાછાના તિવારી પરિવારે પણ મહાકાલની અપ્રિતમ અતૂટ શ્રધ્ધાને ઉજાગર કરી હતી.