June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.20: ઉમરગામ તાલુકાના તુંબ ખાતે કાર્યરત વારી એનર્જીસ લિમિટેડ કંપની બાજુમાંથી પસાર થયેલું કુદરતી વહેણમાં ગેરકાયદેસર બોરિંગ બનાવી પાણીની ચોરી કરી રહી હોવાની ફરિયાદ યુવા શક્‍તિ સંગઠન દ્વારા સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડ અમદાવાદ કરવામાં આવી છે. કંપનીએ બોરિંગમાં ટુ એચપીની મોટર બેસાડી બોરિંગથી કંપની સુધી પાઈપલાઈન બીછાવી પાણીનો જથ્‍થો બેરોકટોક હાંસલ કરવામાં આવી રહ્યો હોવાનું સ્‍થળ નિરીક્ષણ કરતા જણાવી રહ્યું છે. કંપનીના પ્રોડક્‍શનમાં અને અન્‍ય વપરાશ માટે જરૂરી પાણીનો જથ્‍થો આ પ્રકારના ગેરકાયદેસરસ્ત્રોતો ઊભા કરી હાંસલ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ મૂકી કંપની સામે ચોરીની ફરિયાદ દાખલ કરવા જણાવ્‍યું છે. આ પ્રકારની કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિથી કુદરતી જળ સંપતિને ભારે નુકસાન થતું હોવાનું જણાઈ રહ્યું છે તેમજ આ વિસ્‍તારના બોરિંગના પાણી પણ ઊંડા ઊતરી ગયા હોવાનું જણાવ્‍યું છે. જેની સામે તાત્‍કાલિક અસરથી પગલાં ભરવા સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડ અમદાવાદનેફરિયાદ કરી છે અને જેની જાણકારી ઉમરગામ મામલતદાર કચેરીને પણ કરવામાં આવી છે.

Related posts

વાપી સી ટાઈપમાંથી કારની ઉઠાંતરી

vartmanpravah

પારડી હાઈવે ઉપર ડમ્‍પર ટ્રકે રાહદારીને ટક્કર મારતા ગંભીર

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ નિહાળીને બધાની આંખો ભીની થઈ

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

Leave a Comment