October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

ઘટનામાં ડ્રાઈવર ક્‍લિનર ભડથુ થઈ ગયા હતા, બે કારો બળી ખાખ થઈ હતી : કાર માલિકે નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ પાસે વાઘલધરા ગામે બુધવારે સાંજે કેમિકલ ભરેલ ટેન્‍કર ડિવાઈડર કુદી પલટી મારી ગઈ હતી. તેથી ભયંકર આગ લાગી હતી. આગ એટલી ભિષણ હતી કે દુર દુર ધુવાડા ફેલાઈ ગયા હતા. અકસ્‍માતમાં ટેન્‍કર ચાલક-ક્‍લિનર બળીને ભડથું થઈ ગયા હતા. તેમજ અન્‍ય બે કાર આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડ ઘટનામાં ચિખલીના કાર માલિકે ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ વાઘલધરા હાઈવે ઉપર સુરત તરફ જતી જ્‍વલનશીલ કેમિકલ ભરેલી ટેન્‍કર ડિવાઈડર કુદી મુંબઈ તરફ જતી લાઈનમાં પલટી મારીજતા અતિ વિકરાળ આગ લાગી હતી. ઘટના બાદ હાઈવેનો વાહન વહેવાર અટકાવી દેવાયો હતો. આગની ઘટનામાં ટેન્‍કર પાસે મારૂતિ વાન નં.જીજે 15 ઈબી 1058 અને સામેની ટ્રેક ઉપર પસાર થતી સ્‍વિફટ કાર નં.જીજે 21 સીસી 2128 આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. ટેન્‍કર ચાલક-ક્‍લિનર પણ આગમાં ભડથું થઈ જતા ઓળખ થઈ શકી નહોતી. આગની ઘટના અંગે વાહન ચાલક જીતુભાઈ ઠાકોરભાઈ પટેલ ચીખલી સાદકપોરએ ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેન્‍કર માલિકની શોધખોળ શરૂ કરી દીધી છે.

Related posts

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

vartmanpravah

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

vartmanpravah

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment