July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

હાજી તળાવ ફળીયાના નિવાસીઓ કુદરતી આફતમાં ઘર વિહોણા થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અતિવૃષ્‍ટિ થઈ રહી છે. લગાતાર દિવસ-રાત વરસાદ પડી રહ્યો છે ત્‍યારે જિલ્લામાં અતિવૃષ્‍ટિએ બેહાલી સર્જવી પણ શરૂ કરી છે. સોમવારે વલસાડના કુંડી ગામે એકાએક આવેલી કુદરતી આફતને લઈ ગામમાં દોડાદોડી મચી જવા પામી હતી. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
વલસાડના કુંડી ગામે સવારે 6 વાગ્‍યાના સુમારે વાવાઝોડા સાથે જોરદાર પવન ફુંકાવો શરૂ થયો હતો. જેમાં હાજી ફળીયા વિસ્‍તારમાં 10 થી 15 મકાનોના છાપરા ઉડયા હતા. એકાએક આવી પડેલી કુદરતી આફતથી ઘરોમાં રહેતા હેતબાઈ ગયા હતા. તોફાન એટલું ભારી હતું કે રસ્‍તાઓ ઉપર પણ પાણી ઘૂસી જતા ઘર સામાન્‍ અને રાચરચીલુ ભીંજાઈ ગયું હતું. દશ થી પંદર ઘરોના નિવાસીઓ એકાએક ઘર વિહોણા થયા હોય તેવી કારમી સ્‍થિતિ ઉભી થઈ હતી. ગામના આગેવાન અને લોકો દોડી આવ્‍યા હતા. શક્‍ય તેટલી મદદ શરૂ કરી દીધી હતી તેમજ ધારાસભ્‍ય તથા મામલતદાર, ડી.ડી.ઓ.ને પણસ્‍થિતિથી વાકેફ કરાયા હતા. પ્રશાસને મદદ આપવા માટે હા ભણી હતી.

Related posts

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

vartmanpravah

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment