January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસે વેલપરવા કોળીવાડ પાસેથી પલ્‍સરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: વાપીથી વેલપરવા કોથરવાડી થઈ પલ્‍સર બાઈક નંબર જીજે 15- એએફ-2195 પર બે ઈસમો દારૂનો જથ્‍થો લઈ વલસાડ જવાના હોવાની બાતમી પેટ્રોલિંગ કરતી પારડી પોલીસ મથકના પોલીસ કોન્‍સ્‍ટેબલ ક્રીપાલસિંહને મળતા વેલપરવા કોળીવાડ આગળ વોચ ગોઠવી હતી.
જે દરમ્‍યાન બાતમીવાળી બાઈક આવતા પોલીસેઅટકાવવાનો પ્રયાસ કરતાં ખેપિયોએ પૂરપાટ ઝડપે બાઈકને હંકારી મૂકી આગળ ચાલતાં વાહનને ઓવર ટેક કરવામાં કાબૂ ગુમાવતાં બાઈક રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. આ દરમિયાન પાછળ બેસેલો વિશાલ ઉર્ફે રાહુલ નાયકા રહે.વલસાડ ધમડાચી ભાગવામાં સફળ રહ્યો હતો. પરંતુ બાઈક ચાલકનો પગ બાઈક નીચે દબાઈ જતાં સુનિલ ઉર્ફે ચાંગો રામદયાલ વર્મા રહે.વલસાડ ધમડાચી ખેરગામ ઝડપાઈ ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન આ બાઈકની પેટ્રોલ ટાંકી અને સીટ નીચે બનાવેલ ચોર ખાનામાંથી 29400 નો દારૂ મળી આવતા બાઈક અને દારૂ મળી 64400 નો મુદ્દામાલ કબ્‍જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

Leave a Comment