October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

  • ડીપીએલનું સફળ આયોજન કરી જીજ્ઞેશ પટેલે પોતાની વ્‍યવસ્‍થા શક્‍તિઅને ટીમ સ્‍પીરીટનો આપેલો પરિચય

  • ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે ક્રિકેટની રમતમાં બતાવેલી ખાસ અભિરૂચિ

  • દમણ-દીવના વિકાસ પુરૂષ ગણાતા પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના નકશેકદમ ઉપર ચાલી જીજ્ઞેશભાઈ પટેલે પિતા કરતા પણ સવાયા બની મેળવેલી લોકચાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણ જિલ્લા સહિત આજુબાજુના વિસ્‍તારમાં પણ આકર્ષણનું કેન્‍દ્ર બનેલ દમણ પ્રિમિયર લીગ(ડીપીએલ) ક્રિકેટ ટૂર્નામેન્‍ટ સિઝન-3ની પૂર્ણાહૂતિ રવિવારે જે.ડી.કિંગ અને આર.ડી.એક્‍સ વચ્‍ચે રમાયેલા રસપ્રદ ફાઈનલ મુકાબલા સાથે થઈ હતી. જેમાં આર.ડી.એક્‍સ. ચેમ્‍પિયન બની હતી. ચેમ્‍પિયન ટીમ આર.ડી.એક્‍સ. કચીગામને રૂા.1 લાખ 50 હજાર, રનર્સઅપ જે.ડી.કિંગ્‍સને રૂા.75 હજાર, મેન ઓફ ધ સિરિઝ બનેલા જે.ડી.કિંગ્‍સના લોકેશ કામલીને એક્‍ટિવા 6જી, મેન ઓફ ધ મેચ બનેલા આર.ડી.એક્‍સ. કિંગ્‍સના કેવલ પટેલને રૂા.15 હજાર, બેસ્‍ટ બેટ્‍સમેન આર.ડી.એક્‍સ.ના જીતુ જોન્‍સનને રૂા.15 હજાર, બેસ્‍ટ બોલર ધરમ ઈલેવનના સંજય પટેલને રૂા.15 હજાર, બેસ્‍ટ ફિલ્‍ડર ફેન્‍સી ઈલેવનના દર્શ ધોન્‍ડેને રૂા.15 હજારના ઈનામોની નવાજેશ કરવામાં આવી હતી. દમણમાં રમાતી ટૂર્નામેન્‍ટો પૈકી ડીપીએલના ઈનામોની રકમ ખુબ જ ભવ્‍ય હોવાનું માનવામાં આવે છે.
દમણ-દીવના પૂર્વસાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલની પાવન સ્‍મૃતિમાં તેમના જન્‍મ દિવસ 10મી માર્ચના રોજથી આરંભ કરાયેલ ડી.પી.એલ. સિઝન-3માં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. લીગ પધ્‍ધતિથી 10 ઓવરની મર્યાદિત ટૂર્નામેન્‍ટનો ફાઈનલ જંગ ગઈકાલ તા.19મી માર્ચના રવિવારે દાભેલના નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમ ખાતે રમાયો હતો.
ડી.પી.એલ.ના પ્રાયોજક અને કર્તાહર્તા પ્રદેશ ભાજપના સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલે પોતાની વ્‍યવસ્‍થા શક્‍તિ અને ટીમ સ્‍પીરીટનો પરિચય પણ આપ્‍યો હતો. સતત 10 દિવસ સુધી ચાલેલી ટૂર્નામેન્‍ટમાં રમતાં ખેલાડીઓના શાહી ઠાઠમાઠમાં પણ કોઈ કમી નહીં આવે અને ઉપસ્‍થિત રહેતા મહાનુભાવોના માન-સન્‍માનને પણ કોઈ ઠેસ નહીં પહોંચે તેની તમામ તકેદારી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને તેમની કુશળ ટીમે લીધી હતી. ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ અને શ્રી જીજ્ઞેશભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી હિતાક્ષીબેને પણ ક્રિકેટની રમતમાં ખાસ અભિરૂચિ બતાવી ટૂર્નામેન્‍ટની શરૂઆત અને નિયમન પણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, પૂર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલની ઓળખ દમણ-દીવના વિકાસ પુરૂષ તરીકે કરવામાં આવે છે અને શ્રી જીજ્ઞેશભાઈ પટેલ તેમના નકશેકદમ ચાલી પિતા કરતા પણ સવાયા બની લોકચાહના મેળવી રહ્યા છે.

Related posts

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલી વર્લ્‍ડ ફૂડ ઈન્‍ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્‍પાદક મંડળની પસંદગી

vartmanpravah

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

Leave a Comment