ઉમરગામ ટાઉનમાં આદિવાસીની ગેસ એજન્સી પર લાંબા સમયથી યેનકેન પ્રકારે કબજો જમાવી મૂળ માલિકને ધંધાકીય પ્રવૃત્તિથી દુર રાખી અન્યાય કરનારની સાન ઠેકાણે લાવવા મેદાને પડેલી ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિને મળેલી સફળતાથી આદિવાસીઓમાં જોવા મળી રહેલી આનંદની લાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.12: ઉમરગામ ટાઉનમાં રહેતા રાહુલભાઈ મનોજભાઈ રાઠોડ લાંબા સમયથી અન્યાયનો સામનો કરી રહ્યો હતો. એમના પિતાને ગેસ એજન્સીનું પ્રાપ્ત થયેલું લાયસન્સ ઉપર અન્ય ઈસમે કબજો જમાવી ધંધાની પ્રવૃત્તિથી દૂર રાખવામાં આવી રહ્યો હતો. આ લાયસન્સ પિતાના નામથી એમની માતાના નામ ઉપર અને ત્યારબાદ રાહુલ મનોજભાઈ રાઠોડને લાયસન્સનો માલિકી હક પ્રાપ્ત થયો હતો. પરંતુ ગેસ વિતરણની તમામ પ્રવૃત્તિથી અલગ રાખી ઉમરગામ ટાઉનમાં રહેતા એક ઇસમ ધાક ધમકી અને યેનકેન પ્રકારે ધંધાકીય પ્રવૃત્તિ કરી રહ્યો હતો. જે ઘટનાની જાણ ઉમરગામતાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી મનીષભાઈ હળપતિ અને એમની ટીમને થતા એમણે ન્યાયિક રીતે લડત ચલાવી હતી. જે ઘટનાની ફરિયાદ સંબધિત વિભાગ અને પોલીસ તંત્રને કરવામાં આવી હતી.
આ ફરિયાદ બાદ લાંબા સમયથી એજન્સીની ધંધાકીય પ્રવૃત્તિ ઉપર કબજો જમાવનારની સાન ઠેકાણે આવી જતા એજન્સી અને ગોડાઉન તેમજ સમગ્ર વહીવટ એમના મૂળ માલિક રાહુલભાઈ મનોજભાઈ રાઠોડને સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ લાંબા સમયથી અન્યાયનો સામનો કરી રહેલા એક આદિવાસી પરિવારને ન્યાય અપાવવામાં ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખશ્રી મનીષભાઈ હળપતિ અને એમની ટીમને સફળતા મળતા આદિવાસી ઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.