Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

દમણ દાભેલના સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્‍વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : પવિત્ર ચૈત્ર નવરાત્રિમાં નાની દમણ દાભેલ ખાતે પિતા સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ તથા માતા સ્‍વ. રૂખીબેન ભગવાનજીભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન 22મી માર્ચથી 28મી માર્ચ સુધી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ(ખેરગામવાળા)ના સાંનિધ્‍યમાં કરવામાં આવી રહ્યું છે.
કથાના મુખ્‍ય યજમાન તરીકે શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી દિપકભાઈ કાલીદાસભાઈ પટેલ દ્વારા લ્‍હાવો લેવામાં આવશે. કથામાં દરરોજ માતાજીના પ્રસંગોની ભવ્‍ય રીતે ઉજવણી કરાશે. કથાનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો છે. કથામાં પધારવા માટે પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ દ્વારા ભાવિક ભક્‍તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

vartmanpravah

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022નું કરાયેલુ આયોજન

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

Leave a Comment