December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.ટી.એ. આયોજીત ત્રિદિવસીય પ્રિમિયર લીગ-7 યોજાઈ

ફાઈનલ મેચમાં થયેલ વિવાદ બાદ સુખદ સમાધાન થયું :
જે. કે. ટાઈગર ટીમ ફાઈનલ વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લાના ટ્રાન્‍સપોર્ટ વ્‍યવસાયીઓના નેજા હેઠળ વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા વી.આઈ.એ.માં ત્રિદિવસીય પ્રિમિયર લીગ-7નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો રવિવારે ત્રીજા દિવસે ભવ્‍ય સમાપન કાર્યક્રમ વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં યોજાયો હતો.
વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા છેલ્લા સાત વર્ષથી પ્રિમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત તા.2-3-4 ફેબ્રુઆરી ત્રણ દિવસ જુદી જુદી 17 જેટલી ટીમો વચ્‍ચે રમાઈહતી. રવિવારે ત્રીજા અને અંતિમ દિવસે વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં ભવ્‍ય સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે અખીલ ગુજરાત ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ વાસણભાઈ આહિર ઉપસ્‍થિત રહ્યા હતા. ફાઈનલ મેચમાં બે ટીમો વચ્‍ચે વિવાદ સર્જાયો હતો. જેનું સુખદ સમાધાન થયા પછી વિજેતા ટીમને અતિથિઓ દ્વારા તમામ ખેલાડીઓનું સન્‍માન કરી ટ્રોફી એનાયત કરી સન્‍માન કરાયું હતું. આ મેચ ફાઈનલના વિવાદ બાદ જેકે ટાઈગર ટીમને ફાઈનલ વિજેતા જાહેર કરાઈ હતી. મુખ્‍ય અતિથિએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ટ્રાન્‍સપોર્ટરો માટે વિશેષ જાહેરાત કરી છે. કચ્‍છથી કન્‍યા કુમારી સુધી 1000 જેટલા સ્‍થાનો ઉપર ડ્રાઈવરોને રોકાવવા આરામ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ટ્રાન્‍સપોર્ટરોને મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ જતાવ્‍યો છે. સમાપન સમારોહમાં બે હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. મેચના બેસ્‍ટ બોલર, બેસ્‍ટ બેટ્‍સમેન, બેસ્‍ટ ફિલ્‍ડરના પુરસ્‍કાર પણ અપાયા હતા. વાપી ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ સહિત અગ્રણી ટ્રાન્‍સપોર્ટર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah

બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્‍તાઓ લોકઉપયોગી બનાવ્‍યા

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

Leave a Comment