Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

સંઘપ્રદેશ ભાજપ મહિલા મોર્ચા દ્વારા સેલવાસ ઝંડાચોક શાળાની આચાર્ય કુ. સુઝાન જીસસને રાષ્ટ્રધ્‍વજ આપી કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસ ઝંડાચોક ખાતેની અંગ્રેજી પ્રાથમિક શાળાના આચાર્યા કુ. સુઝાન જીસસ વિશ્વના સૌથી ઊંચા પર્વત હિમાલયના માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા માટે રવાના થયા છે. તેઓ માઉન્‍ટ એવરેસ્‍ટ ઉપર સર કરવા જનારા સંઘપ્રદેશના પ્રથમ મહિલા છે. આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોર્ચા દ્વારા કુ. સુઝાન જીસસને રાષ્ટ્રધ્‍વજ અને ફૂલોનો ગુલદસ્‍તો આપી અભિવાદન કરવામાં આવ્‍યું હતું અને તેમના માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરી તિરંગો લહેરાવી દેશ અને પ્રદેશનું નામ રોશન કરે તે માટે આર્શીવાદ તથા શુભકામના પાઠવવામાં આવી હતી.
માઉન્‍ટ એવરેસ્‍ટ પરજવા માટે આચાર્ય કુ. સુઝાન જીસસ નવેમ્‍બર, 2022થી ફેબ્રુઆરી,2023 દરમિયાન ભારતના વિવિધ પર્વતો ઉપર ચડવાની તાલીમ પણ લઈ ચુક્‍યા છે. થોડા દિવસ અગાઉ એમને ‘સુષ્‍મા સ્‍વરાજ’ એવોર્ડથી સન્‍માનિત પણ કરવામાં આવ્‍યા હતા.
અભિવાદન સમારંભ દરમિયાન દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાના મહામંત્રી શ્રીમતી પુષ્‍પાબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન દોડીયા, મંત્રી શ્રીમતી છાયાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી સુનંદાબેન કચવે, જિલ્લા મહામંત્રી ક્રિના પાઠક, શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી હેમલતા ચૌહાણ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

vartmanpravah

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

vartmanpravah

વાપી હાઈવે હોટલમાં પીધેલાઓએ બે ફૂટનો વરંડો તોડી બીએમડબલ્‍યુ કારને ઘૂસાડી દીધી

vartmanpravah

Leave a Comment