April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

પ્રત્‍યેક વર્ષે ઉત્તરાયણમાં પતંગના દોરાથી વિંધાતા સેંકડો પક્ષીઓને ઉગારી સેવા સૃશૃષા અને સારવાર કરવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
ઉત્તરાયણનું પર્વ દસ્‍તક કરી રહ્યું છે ત્‍યારે આ પર્વેમાં પતંગ ઉડાવવાનો મહિમા યુગોથી સંકળાયેલો છે એમુજબ ઉત્તરાયણે લોકો ધાબા-આગાશીમાં ચઢીને પતંગ ઉડાવવાની મજા માણે છે. પરંતુ એ મજા આકાશમાં વિહંગતા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. પતંગના દોરાથી અસંખ્‍ય પંખીઓ વિંધાય છે, ઘાયલ થાય છે ત્‍યારે તેવા પક્ષીઓ વ્‍હારે સમાજસેવી સંસ્‍થાઓ પ્રત્‍યેક ઉત્તરાયણમાં આગળ આવે છે અને કરુણા અભિયાન ચલાવે છે. તેવી સેવા વાપી-વલસાડમાં કાર્યરત થઈ છે.
વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર અને સામાજીક વનીકરણ વિભાગ તથા સમાજ સેવી સંસ્‍થાઓ દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કર્યો છે. ઉત્તરાયણના દિવસે સવારથી સાંજ સુધી ઘાયલ પક્ષીની સારવાર વલસાડ જીવદયા ગૃપ 93755 28101, રેસક્‍યુ ફાઉન્‍ડશેન 90335 61108, પશુ દવાખાનું વલસાડ 63595 66495, વાપી તાલુકા માટે ફ્રેન્‍ડ ઓફ એનિમલ 76985 39949, વર્ધમાન સેવા મંડળ ગુંજન વાપી, 98241 37970, પોલીસ સમન્‍વય ગૃપ વાપી 99985 08813, ઉમરગામ-72038 83639, ભીલાડ-99748 02021, કપરાડા-નાનાપોંઢા-99137 12999, કીલ્લા પારડી-94280 22798, પારનેરા-94290 31175 નંબરો ઉપર ઘાયલ પક્ષીની સારવાર માટે ફોન કરવા જણાવાયું છે.

Related posts

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ દમણના બોક્‍સર સુમિતે ક્‍વાર્ટર ફાઈનલમાં દિલ્‍હીના બોક્‍સર કુલણાને 5-0થી આપેલી હાર

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

Leave a Comment