October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ઉમરકૂઇ ગામના એક ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીની જૂની/પુરાણી પ્રણાલી છોડી આધુનિક ઢબથી ખેતી તરફ વળ્‍યા છ. શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીમાં સિંચાઈ માટે ટપકપદ્ધતિ તથા મલ્‍ચિંગ અને હાઈબ્રીડ બિયારણ વાપરી તરબૂચનો મબલક પાક ઉતારી બહોળી આવક રળી છે. શ્રી ગણેશભાઈએ હેક્‍ટર દીઠ 60 ટન જેટલું તરબૂચનું ઉત્‍પાદન મેળવી રૂા.છલાખનો નફો મેળવ્‍યો છે. ઉનાળાની સીઝનમાં તરબૂચની માંગ વધતા બજારભાવ પણ સારા હોવાથી ખેડૂતો તડબૂચની ખેતી તરફ વળ્‍યા છે.
ઉમરકૂઇ ગામના યુવાન પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાએ પી.ટી.સી. અને બી.એ. સુધીનો અભ્‍યાસ કર્યો છે. તેમણે ત્રણ એકરમાં તરબૂચની ખેતી કરી પોતાની આર્થિક આવક બમણી કરી છે. પ્રદેશના બેરોજગાર યુવાનોને અપીલ કરતા જણાવ્‍યુ કે તરબૂચની ખેતી વડે સારો નફો મેળવી શકાય છે. પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાઅ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અભિયાનમાં ભાગીદાર બનવા અનુરોધ પણ કર્યો છે. અગાઉના સમયમાં એમની ખેતી આકાશી વરસાદ આધારિત હતી ચોમાસામા ડાંગર સિવાય કોઈ ખેતી થતી ન હતી હવે ટપકસિંચાઈ પદ્ધતિ અપનાવતા હોવાથી વર્ષમાં બે વખત પાક લઈ શકે છે.

Related posts

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

દમણ જિલ્લાના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલે સાંસદ ઉમેશભાઈ પટેલની કથની અને કરણીનો કરેલો ભંડાફોડ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

Leave a Comment