Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

તમામ વિદ્યાર્થીઓનો અભ્‍યાસનો ખર્ચ મુંબઈ-અમેરિકાના દાતાઓ ઉઠાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તમામ વિદ્યાર્થીઓનો અભ્‍યાસનો ખર્ચ મુંબઈ-અમેરિકાના દાતાઓ ઉઠાવશે.
ચીખલી તાલુકાના કુકેરી સ્‍થિત શાંતાબા વિદ્યાલયમાં સરકારની ગ્રાંટ વિના દાતાઓના સહયોગથી વિનામૂલ્‍યે રહેવા જમવાની સગવડ સાથે ધોરણ-1 થી 12 વિજ્ઞાન પ્રવાહ સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ શાળામાં અનાથ અને સિંગલ પેરેન્‍ટ્‍સ બાળકોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ શાંતાબા વિદ્યાલયના નિટની પરિક્ષામાં સફળતા મેળવી એમબીબીએસમાં 3, બીએએમએસમાં 9 અને બીએચએમએસમાં 2 મળી કુલ 14 જેટલા મેડિકલમાં પ્રવેશ મેળવનાર ભાવિ તબીબોનું સન્‍માન જાણીતા લેખક અને સેવાભાવી ડોકટર શરભાઈ ઠાકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ડો.શરદભાઈ ઠાકરે બાળકો સાથેના સંવાદમાં જણાવ્‍યું હતું કે હું મંદિરોમાં ઓછો જાઉં છું પણ આવા શિક્ષણરૂપીમંદિરમાં વારંવાર આવવાનું ગમે છે. પાયાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ત્‍યારબાદ ઉચ્‍ચ શિક્ષણ સુધી બાળકોની ચિંતા કરી તેઓની પડખે રહેતી આ સંસ્‍થાની મુલાકાતથી અનેરો આનંદ થવા પામ્‍યો છે. વાત્‍સલ્‍યધામના બાળકો સાથે રણમાં ખીલ્‍યું ગુલાબ, ડોક્‍ટરની ડાયરી જેવા વિષયો પર સંવાદ કરી પ્રોત્‍સાહિત કર્યા હતા.
સુરતના દાતા જીજ્ઞેશભાઈ અને નિરજભાઈ એન જે ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આકાશ ઈન્‍સ્‍ટિટયૂટ મારફત શાંતાબા વિદ્યાલયના બાળકોને નિટનું સ્‍પેશિયલ કોચિંગ આપવામાં આવ્‍યું હતું. આ તમામ 14-બાળકોનો ખર્ચ મુંબઈના પીયૂષભાઈ કોઠારી જવેલેક્ષ ફાઉન્‍ડેશન તથા અમેરિકાના મનસુખભાઈ અને સુરેશભાઈ કરનાર છે. આભાર વિધિ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પરિમલ પરમારે કરી હતી.

Related posts

ચીખલીના નોગામા અને ટાંકલમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના સર્વેની કામગીરી કરતી ખાનગી એજન્‍સીની ટીમને સ્‍થાનિકોએ અટકાવી રવાના કરી

vartmanpravah

વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં આવેલ ખમણ બનાવતી દુકાનમાં ભિષણ આગ લાગતા લાખોનો સામાન ખાખ

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

કપરાડા તાલુકામાં કૌટુંબિક પરણિત કાકાએ 19 વર્ષિય યુવતિ સાથે સતત એક વર્ષ દુષ્‍કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment