September 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી ૪ વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

પરિણીતાએ ૫ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ પતિ શંકા કરી મારઝૂડ કરતો હોવાથી પિયર રહેતી હતી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૪: વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો પતિ સાથે ઝઘડો થતા બાળક સાથે સગા સંબંધીને ત્યાં રહેતી હતી. પતિ બાળકને પરત મૂકી જવા માટે જણાવી બાળક લઈ ગયો હતો પરંતુ મોડી રાત્રિ સુધી બાળક પરત મૂકી ન જતા પતિને બાળક પરત મૂકી જવા જણાવ્યું હતું પરંતુ પતિએ ધમકી આપતા 181 અભયમ ટીમની મદદ માંગી હતી. જેથી વલસાડ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી પરિણીતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, પરિણીતાએ આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી પતિ વ્યસન કરીને ખૂબ જ મારઝુડ કરતો અને ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતો ન હોવાથી ઝઘડા થતા હતા. પરિણીતાના માતા-પિતા હયાત ન હોવાથી મોટી બહેનના ઘરે રહે છે અને ત્યાંથી કંપનીમાં નોકરી કરવા જાય છે. પતિ બાળકને થોડા સમય પછી પરત મૂકી જઈશ એમ કહી લઈ ગયો હતો પરંતુ રાત્રિનો સમય થઈ જવા છતાં પરત ન મૂકી જતા પરિણીતાએ પતિને બાળક મૂકી જવા કહ્યું હતુ પરંતુ પતિએ અપશબ્દ બોલી બાળકને કોઈ પણ હાલતમાં પરત ન મૂકી જવા જણાવી ધમકી આપી હતી. જેથી બાળકનો કબજો મેળવવા ૧૮૧ પર ફોન કરી અભયમ ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને કાયદાકીય સલાહ સૂચન આપી અને સમજાવવાની કોશિશ કરી જણાવ્યું કે, બાળક માત્ર ૪ વર્ષનું છે અને તમે વ્યસન કરેલી હાલતમાં હોવાથી બાળકની સાર સંભાળ રાખી ન શકો જેથી બાળકને માતાને સોંપી દેવા જણાવ્યું હતું. ઘણી સમજાવટ બાદ પતિ બાળકને પરત આપવા રાજી થતા પરિણીતાને બાળકનો કબજો મળ્યો હતો. જેથી પરિણીતા અને તેમના સગા સંબંધીઓએ 181 ટીમનો આભાર માન્યો હતો.

Related posts

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

ધરમપુર એસટી ડેપો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” એક કલાક મહા શ્રમદાન પ્રવૃતિ યોજાઈ

vartmanpravah

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment