Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

  • શોભાયાત્રા અને મહાપ્રસાદમાં સેંકડો ભાવિકભક્‍તોએ લીધેલો લાભ

  • વરસો પહેલા સ્‍વાધ્‍યાયના પ્રણેતા પ.પૂ. પાંડુરંગ શાષાી-દાદાના આગમનથી પાવન બનેલી પટલારાની ભૂમિ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાનીના આગમનથી ફરી દીપી ઉઠી હોવાનો વ્‍યક્‍ત થયેલો ભાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
આજે મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના પાંચમાં પાટોત્‍સવનું ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે નિકળેલી શોભાયાત્રામાં સંપૂર્ણ પટલારા સહિત આજુબાજુવિસ્‍તારના સેંકડો ભાવિકભક્‍તો જોડાયા હતા.
આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા) પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમણે મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમનો ચિતાર આપતા ટ્રસ્‍ટી શ્રી સુભાષભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વરસો પહેલા પ.પૂ. પાંડુરંગ શાષાીના આગમનથી પાવન થયેલી પટલારાની ભૂમિ આજે ત્‍યારબાદ ફરી વખત પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીના આગમનથી દીપી ઉઠી છે. તેમણે ઉપસ્‍થિત તમામ લોકોનો આભાર પણ પ્રકટ કર્યો હતો.
આ પ્રસંગે આયોજીત મહાપ્રસાદમાં પણ મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. પાંચમા પાટોત્‍સવની ઉજવણીમાં સમગ્ર પટલારા ગામ ભક્‍તિમય બની ગયું હતું.

Related posts

શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે લોન્‍ચ કરી નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્‍પનો લાભ લીધો

vartmanpravah

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment