(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: લાયન્સ ક્લબ ઓફ વાપી દ્વારા સમર્પણ જ્ઞાન સ્કૂલના સહયોગથી આંતર શાળા ‘‘શાંતિ પોસ્ટર નિર્માણ 2024 પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાવીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની અર્પિતા શિશાંગિયા એ ગૃપ-3માં ‘‘મર્યાદા વિના શાંતિ” વિષય પર પોસ્ટર નિર્માણ કરી પ્રથછમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની અને એમની માર્ગદર્શન શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.