October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: 21મી માર્ચ એટલે ‘‘વિશ્વ ડાઉન સિન્‍ડ્રોમ ડે” આજે વિશ્વમાં વિવિધ દિવ્‍યાંગજનોનાં શૈક્ષણિક કાર્યક્ષેત્રે કામ કરતી સંસ્‍થા, શાલા, મહાશાળાઓમાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી) સંસ્‍થામાં મંદબુધ્‍ધિનાં તથા મૂક-બધિર દિવ્‍યાંગ બાળકો સાથે ‘‘વિશ્વ ડાઉન સિન્‍ડ્રોમ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મુખ્‍ય અતિથિ તરીકે વાપી ટ્‍વીનસીટી હોસ્‍પિટલનાં ડો.શ્રી ચિન્‍તનભાઈ પટેલ વાપીના ભાગ્‍યધર પાંડા તથા સંસ્‍થાનાં પ્રમુખશ્રી ડો.મોહન બી. દેવ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત શાળાનાં તમામ બાળકો સ્‍ટાફગણ વગેરે બધા સાથે મળી આ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં અભ્‍યાસ કરતાં ડાઉન સિન્‍ડ્રોમ બાળકોને બ્‍લ્‍યુ કલરથી ફિંગર પ્રિન્‍ટ તથા બ્‍લ્‍યુ કલરનાં ફુગ્‍ગા ઉડાવવામાં આવ્‍યા હતા. આ ઉજવણી લોક જાગૃતિનાં ભાગ રૂપે કરવામાં આવી હતી. જેમાં ડો.દર્શનાબેન શાહે સરલ ગુજરાતી ભાષામાં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ” દિવ્‍યાંગ બાળકોની સમજ આપી હતી. આ દિવસની ઉજવણી વિવિધ મનોરંજન સાથે આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં સફળ બનાવવામાં આવી હતી.

Related posts

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

મરામ્‍મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્‍બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન

vartmanpravah

Leave a Comment