વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજના અંતર્ગત જોડાયેલા અને લાભ લેતા ખેડૂતોએ આગામી હપ્તા માટે આધાર ઇ-કે.વાય.સી. અને આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે. જે માટે ખેડૂતોએ ઇ- કેવાયસી માટે તલાટી કમ મંત્રી તથા ગ્રામ સેવકનો તેમજ આધાર સીડિંગ બાકી હોય તેમણે જે બેંકમાં સહાય જમા થતી હોય તેનો સત્વરે સંપર્ક કરી કામગીરી પૂર્ણ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા જણાવાયું છે.