(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી નેશનલ હાઈવે નંબર 48 વાપી જવાના ટ્રેક પર હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી હોય વાપી જવાના ટ્રેક પર ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિકને લઈ વાહનો કતારોબંધ ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કતારમાં રહેલ ટ્રક નંબર જીજે 12 એટી 8360 નું અચાનક બ્રેક ફેલ થઈ જતાં ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રક હાઈવે રેલિંગ સાથે અથડાવતા મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. જોકે આ સમયે ત્યાં રોડ રિપેરિંગના શ્રમિકો કામ કરી રહ્યા હોય તેઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
