ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી સફળતા મેળવતી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી શાકભાજી માર્કેટમાં રહેતી હંસાબેન ચંદ્રકાંત રાજભોય તળાવની પાળ ખાતે આવેલ મચ્છી માર્કેટમાં મચ્છી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે.
ગઈ કાલે રાતે નવ વાગ્યાની આસપાસ તેઓ મચ્છી વેચી પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન તળાવની પાળ પર જવાના રસ્તા પાસેથી પાછળથી બે ગઠીયાઓએ આવી હંસાબેને ગળામાં પહેરેલ પાંચ તોલાનું કિંમત રૂપિયા બે લાખની કિંમતનું મંગળ સૂત્ર ગળામાંથી આંચકી તળાવની પાળ થઈ દમણી ઝાપા તરફ ભાગી છૂટયા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં અને હંસાબેને આપેલ પોલીસ ફરિયાદને લઈ હરકતમાં આવેલ પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.ડી. ડોડીયા અને પારડી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા ગણતરીના સમયમાં જ આ બે પેકી એક આરોપી ચરણ જ્યોત ઉર્ફે રાજા લાડી રહે.મોહનભાઈની ચાલી હનુમાન ડુંગરી મૂળ રહે.પંચ કોલા હરિયાણાની દમણી ઝાંપા ખાતેથી ધરપકડ કરી અન્ય આરોપી ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.