April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

રોકાણ પ્રોત્‍સાહન યોજનાના આકર્ષણના કારણે છેલ્લા 6 વર્ષમાં કુલ 616 નવા ઉદ્યોગોની થયેલી સ્‍થાપનાઃ પ્રદેશમાં 67 એમએસએમઈ અને 4 મોટા ઔદ્યોગિક એકમોએ રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત લગભગ રૂા.400 કરોડના રોકાણ સાથે લગભગ 10હજાર રોજગારીનું સર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ 70થી વધુ ઉદ્યોગોને લાભ આપવા માટે સબસીડી સહાય પુરી પાડવા અંગે સૈધ્‍ધાંતિક મંજૂરી આપવાનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ નિર્ણયનો લાભ મેળવનાર ઉદ્યોગોની આ અત્‍યાર સુધીની સૌથી મોટી સંખ્‍યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઔદ્યોગિક માળખાના વિકાસ માટે 10 ખાનગી ઔદ્યોગિક વસાહતોને 50 ટકા ફાળો આપવા માટે વહીવટી તંત્ર દ્વારા લગભગ રૂા.18 કરોડના પ્રસ્‍તાવને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે 350 જેટલા ઉદ્યોગોને ફાયદો થશે અને 5500 કામદારોને લાભ પહોંચશે. આ સાથે પ્‍લાન્‍ટ અને મશીનરી સ્‍થાપવા માટે ઔદ્યોગિક એકમોને ગ્રાન્‍ટ ઈન એડ તરીકે રૂા.24 કરોડના પ્રસ્‍તાવને મંજૂર કરવામાંઆવ્‍યો છે.
ઔદ્યોગિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સહાય યોજનાનો હેતુ ખાનગી ઔદ્યોગિક વસાહતોને રોડ, ઉપયોગીતા અને વિતરણ નેટવર્ક, પરિવહન સુવિધા, જળ સંવર્ધન સુવિધા વગેરે માટે પ્રોજેક્‍ટ ખર્ચના 50 ટકાની સહાય પુરી પાડવાની છે. રોકાણ પ્રોત્‍સાહન યોજનાનો ઉદ્દેશ સંઘપ્રદેશમાં ઔદ્યોગિક ઉત્‍પાદનને વધારવા, નિકાસને પ્રોત્‍સાહન આપવા, સ્‍થાનિક લોકોને રોજગારી પુરી પાડવા અને ઉદ્યોગને તેની સ્‍પર્ધાત્‍મક ધાર જાળવી રાખી તેને પ્રોત્‍સાહિત કરવાનો છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આવા લગભગ 100થી વધુ ખાનગી ઈન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટો છે. જે સારા રસ્‍તા, ડ્રેનેજ સુવિધા, વરસાદી પાણીની ગટર વ્‍યવસ્‍થા વગેરેના અભાવનો સામનો કરી રહ્યા છે. 10 ઈન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે આપેલી મંજૂરીથી વધુમાં વધુ ઉદ્યોગો સામુહિક રીતે પોતાના વિસ્‍તારના વિકાસ માટે આગળ આવવા પ્રોત્‍સાહિત થશે અને તેના કારણે વાહન વ્‍યવહાર વરસાદની મૌસમમાં પૂર, વરસાદના દિવસોમાં કામદારોને અવર-જવરમાં પડતી મુશ્‍કેલીઓમાંથી રાહત મળશે. આ પહેલથી સંઘપ્રદેશના ખાનગી ઔદ્યોગિક વિસ્‍તારોમાં સારી ગુણવત્તાવાળા ઈન્‍ડસ્‍ટ્રીયલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસિત કરવામાં મદદ મળશે અને શ્રમિકોના આરોગ્‍ય અને કામ કરવાની સ્‍થિતિમાં પણ સુધારો થશે.
રોકાણ પ્રોત્‍સાહન યોજનાના આકર્ષણના કારણેસંઘપ્રદેશમાં મોટાપાયે નવા રોકાણ આકર્ષાયા છે અને છેલ્લા 6 વર્ષમાં પ્રદેશમાં કુલ 616 નવા ઉદ્યોગો સ્‍થપાયા છે અને 233 નવા ઉદ્યોગો નોંધાયા છે. પ્રદેશમાં 67 એમએસએમઈ અને 4 મોટા ઔદ્યોગિક એકમોએ રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત લગભગ રૂા.400 કરોડનું રોકાણ કર્યું છે અને લગભગ 10હજાર રોજગારીનું સર્જન પણ કર્યું છે.
શનિવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે ઔદ્યોગિક સંગઠનના હોદ્દેદારો અને લાભાર્થી એકમોના પ્રતિનિધિઓએ વાતચીત પણ કરી હતી. પ્રદેશના ઉદ્યોગો અને તેમના શ્રમિકો પ્રત્‍યે પ્રશાસકશ્રી અને સંઘપ્રદેશ પ્રશાસનના સક્રિય સમર્થન માટે ઔદ્યોગિક સંગઠનના હોદ્દેદારો અને લાભાર્થી એકમોના પ્રતિનિધિઓએ પ્રશાસનનો દિલથી આભાર વ્‍યક્‍ત કરી ખુશી પણ પ્રગટ કરી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે, રોકાણ પ્રોત્‍સાહન યોજના 2022ના કાર્યાન્‍વયનથી સંઘપ્રદેશમાં હજુ વધુ રોકાણ વધશે અને આ પ્રદેશ ઔર વધુ ઉદ્યોગ સાહસિકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

Related posts

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત વચ્‍ચે તલાવચોરામાં દીપડી બચ્‍ચા સાથે નજરે ચઢતા લોકોમાં ફફડાટઃ પાંજરાની અછત સર્જાઈ

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

Leave a Comment