January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

  • સેલવાસ રિવરફ્રન્‍ટ, નક્ષત્ર વન, દૂધની અને વિવિધ સ્‍થળોએ સહેલાણીઓ ઉમટી પડયા

  • દમણમાં જમ્‍પોર, દેવકા, નાની દમણ જેટી, મોટી દમણ લાઈટ હાઉસ, ફોર્ટ વગેરે વિસ્‍તારમાં પ્રવાસીઓની રહેલી અવર-જવર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 2022ના વર્ષ ગૂડબાય અને 2023ના નવા વર્ષના આગમનને વધાવવા માટે પ્રવાસન સ્‍થળો ઉપર દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડયા હતા. સેલવાસના નક્ષત્રવન અને રિવરફ્રન્‍ટ ઉપર અને દૂધની ખાતે પ્રવાસીઓ સહીત શહેરીજનો પણ મોટી સંખ્‍યામાં જોવા મળ્‍યા હતા. જ્‍યારે દમણમાં દેવકા, જમ્‍પોર, નાની દમણ જેટી, બીચ, મોટી દમણ લાઈટ હાઉસ તથા દીવમાં પણ સમુદ્રી બીચો ઉપર મજા માણવા માટે પ્રવાસીઓનો ભારે જમાવડો થયો હતો. પ્રવાસીઓના ભારે ધસારાના કારણે મોટી દમણ, નાની દમણ, રાજીવ ગાંધી સેતૂ વગેરે વિસ્‍તારમાં ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. એક તરફ કોરોનાની દહેશત છે અને લોકો બાગ-બગીચાઓમાં ભીડમાં માસ્‍ક વગર જોવા મળ્‍યા.
સેલવાસમાં રિવરફ્રન્‍ટ નજીકના ચેકડેમ ઉપર યુવાઓ જીવના જોખમે સેલ્‍ફી લેતા નજરે પડયા હતા. ઘણાં લોકો દમણગંગા નદીના જળ સ્‍નાનકરતા પણ જોવા મળ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, ચીન સહિત વિશ્વના ઘણાં દેશોમાં કોરોના દહેશત છે ત્‍યારે સંઘપ્રદેશમાં પણ અન્‍યો રાજ્‍યો-પ્રદેશમાંથી પ્રવાસીઓ-સહેલાણીઓ ઉમટી પડે છે. ત્‍યારે કોરોના ફેલાવવાની શક્‍યતા હોય પ્રદેશના લોકોએ ભીડભાડવાળી જગ્‍યા ઉપર જવાનું ટાળવું જોઈએ અને સાવધાન રહેવાની તાતી જરૂર છે. આરોગ્‍ય વિભાગ અને પ્રશાસન દ્વારા વારંવાર પ્રદેશના લોકોને સાવચેતીના પગલા લેવા માટે તાકીદ કરવામાં આવે છે.

Related posts

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

vartmanpravah

Leave a Comment