Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જંગલની જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્‍જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થતી કનડગત સામે ઉભો થયેલો વિરોધ વંટોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થયેલા અન્‍યાયનો પડઘો પડયો હતો. આ રેલીને આદિવાસી એકતા પરિષદે પણ સમર્થન આપ્‍યું હતું.
જંગલ જનજીવન આંદોલન દ્વારા દાદરા નગર હવેલીમાં જંગલ જમીનનો હક્ક લેવા માટે વર્ષોથી આદિવાસીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્‍જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થઈ રહેલી કનડગત સામે પણ વિરોધ વંટોળ દેખાયો હતો.
દાદરા નગર હવેલીના તથાકથિત નેતાઓ અને લોક પ્રતિનિધિઓ દ્વારા જંગલ જમીનનો કબ્‍જો આપવાના મુદ્દે અત્‍યાર સુધીથતી ફક્‍ત રાજનીતિના કારણે વિશાળ આદિવાસી સમુદાયનું અહિત થઈ રહ્યું હોવાની લાગણી પણ પ્રગટ થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી જંગલની જમીન ઉપર જેમનો કબ્‍જો છે એમના ઉપર ફોરેસ્‍ટ વિભાગ દ્વારા કરાતી એફ.આઈ.આર.ના મુદ્દે આદિવાસી જંગલ જનજીવન આંદોલન દ્વારા અસ્‍મિતા રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમુદાયના લોકો જોડાયા હતા.

Related posts

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

મોટી દમણના ઢોલર ગવર્નર્મેન્ટ ક્વાટર્સ વિસ્તાર પાણીથી બેટમાં રૂપાંતરિતઃ ઢોલર ચાર રસ્તા ઉપર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહન વ્યવહારને પડેલી અગવડતા

vartmanpravah

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

Leave a Comment