Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

  • જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા દક્ષિણ વિભાગની ઊંડાણના વિસ્‍તારની ગ્રામ પંચાયતોએ પુરસ્‍કાર મેળવવા મારેલી બાજીથી પ્રભાવિતઃ નરોલી, ખરડપાડા, દાદરા વગેરેને પણ સક્રિય રહેવા કરેલો અનુરોધ

  • જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે પુરસ્‍કારના માપદંડની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: આજે સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે દાદરા નગર હવેલી જિલ્લા સ્‍તરીય રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર, 2023ના વિજેતાઓને જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિ.પં. પ્રમુખ શ્રીમતી નિશા ભવર દ્વારા પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ વિવિધ શ્રેણીમાં વિજેતા ગ્રામ પંચાયતોને અભિનંદન પાઠવી પોતાની સક્રિયતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. આજે જાહેર થયેલા રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કારમાં દાદરા નગર હવેલીની દક્ષિણ વિભાગની ગ્રામ પંચાયતો મેદાન મારી ગઈ હતી. તેથી જિલ્લા કલેક્‍ટરે ઉત્તર વિભાગની ગ્રામ પંચાયતો નરોલી, ખરડપાડા વગેરેને વધુ સતર્ક રહેવા શિખામણ આપી હતી.
દાદરા નગર હવેલી જિલ્લાના રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર, 2023માં સુરંગી, ખાનવેલ અને દપાડા પંચાયતને બબ્‍બે શ્રેણીમાં પ્રથમએવોર્ડ મળ્‍યો હતો. જ્‍યારે કૌંચા અને સાયલી ગ્રામ પંચાયતને બબ્‍બે શ્રેણીમાં દ્વિતીય તથા રાંધાને ત્રણ શ્રેણીમાં તૃતિય પુરસ્‍કારો મળ્‍યા હતા.
સુરંગીને મહિલા હિતૈષી પંચાયત અને સામાજિક રૂપથી સુરક્ષિત પંચાયત શ્રેણીમાં પ્રથમ ક્રમાંક મળ્‍યો હતો. જ્‍યારે ખાનવેલને સુશાસનવાળી પંચાયત અને સ્‍વસ્‍થ પંચાયતમાં પ્રથમ તથા દપાડાને સ્‍વચ્‍છ અને હરિત પંચાયત તથા પર્યાપ્ત જળવાળી પંચાયતમાં પ્રથમ પુરસ્‍કાર પ્રાપ્ત થયો છે.
કૌંચાને ગરીબીમુક્‍ત અને બહેતર આજીવિકા પંચાયત અને સ્‍વસ્‍થ પંચાયતમાં દ્વિતીય તથા સાયલી ગ્રામ પંચાયતને સુશાસનવાળી પંચાયત અને સામાજિક રૂપથી સુરક્ષિત પંચાયતમાં દ્વિતીય પુરસ્‍કાર પ્રાપ્ત થયો છે. જ્‍યારે રાંધાને ગરીબીમુક્‍ત અને બહેતર આજીવિકા પંચાયત, બાલ હિતૈષી પંચાયત અને પર્યાપ્ત જલ વાળી પંચાયતની શ્રેણીમાં તૃતિય પુરસ્‍કારો મળ્‍યા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દાદરા નગર હવેલીની તમામ ગ્રામ પંચાયત દ્વારા તેમના નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવામાં આવી રહી છે. પંચાયતી રાજ મંત્રાલયે ગ્રામ પંચાયતોને નામાંકિત કરવા માટે આપેલા અવસર બાદ જિલ્લા પંચાયત પ્રદર્શન મૂલ્‍યાંકન સમિતિએ દરેક વિષયોમાં શ્રેષ્‍ઠ ત્રણ પ્રદર્શન કરવાવાળી ગ્રામ પંચાયતોને શોર્ટલીસ્‍ટ કરી હતી. જેના આધારેગ્રામ પંચાયતોના પરિણામ ઘોષિત કરી અને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે યોજવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, પંચાયત સેક્રેટરીઓ તેમજ વિકાસ અને યોજના અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

Leave a Comment