April 24, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પાંચ મેડિકલ કોલેજોમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વિદ્યાર્થી પ્રથમ વર્ષની પરીક્ષામાં 77.11 ટકા સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ રહ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાદરા નગર હવેલી અને દમણ-દીવના સાયલી ગામમાં આવેલી નમો મેડિકલ કોલેજના 2020-21 બેચનું પરિણામ બહાર આવ્‍યું છે અને પ્રદેશ માટે ગૌરવની વાત છે કે, નમો મેડિકલકોલેજમાં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી મિતેશ ઝાએ કે જે દાદરા નગર હવેલીનો રહેવાસી તેણે આખી યુનિવર્સિટીમાં ટોપ કરી પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. પ્રથમ વર્ષ એમબીબીએસની થયેલી પરીક્ષામાં જાન્‍યુઆરી ર0રરમાં લેવામાં આવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વ વિદ્યાલયના કુલ મળીને કુલ પાંચ મેડિકલ કોલેજ છે, જેમાં પ્રથમ વર્ષમાં લગભગ 977 વિદ્યાર્થી-વિદ્યાર્થીની અભ્‍યાસ કરતા હતા. મિતેશ ઝાએ આ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે. જેમાં 1. સરકારી મેડિકલ કોલેજ-સુરત (250 વિદ્યાર્થીઓ) 2. સ્‍મીમેર-સુરત (200 વિદ્યાર્થીઓ). 3. ડો કિરણ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિયૂટ ભરુચ(150 વિદ્યાર્થીઓ) 4. જીએમઈઆરએસ વલસાડ (ર00 વિદ્યાર્થીઓ) અને પ. નમો મેડિકલ એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિીયુટ દાદરા નગર હવેલી અને દમણ-દીવ(177 વિદ્યાર્થી).
તબીબી અને આરોગ્‍ય સેવાઓના નિયામક ડો.વી.કે. દાસે જણાવ્‍યું હતું કે અમારા માટે ખુબ જ ગર્વની વાત છે કે પ્રદેશની નમો મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. જેમાં મિતેશ ઝાએ પાંચ મેડિકલ કોલેજના લગભગ 977 વિદ્યાર્થીઓ પૈકી 77.11 ટકા ગુણ મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત ર્ક્‍યુ છે.
મિતેશ ઝા પ્રથમ સ્‍થાન મેળવતાકોલેજના વિદ્યાર્થીઓનું મનોબળ વધશે તેમજ પ્રદેશના વાલીઓને તેમના બાળકોને અભ્‍યાસમાં આગળ વધારવા પ્રેરણા મળશે. આ સફળતામાં સમગ્ર નમો મેડિકલ કોલેજના શિક્ષકો અને સ્‍ટાફનો વિદ્યાર્થીઓ પ્રત્‍યેનો રસ સ્‍પષ્ટપણે જોવા મળે છે.
વિદ્યાર્થી મિતેશ ઝા અને તેમના પરિવારે ખુશી વ્‍યક્‍ત કરી હતી અને જણાવ્‍યું હતું કે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની વિકાસશીલ વિચારસરણીને કારણે પ્રદેશને મેડિકલ કોલેજ આપવામાં આવી છે, જેના કારણે આજે અમારો છોકરો અહી એમબીબીએસ પ્રવેશ કરી શકયો છે અને યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શક્‍યો છે. જે બદલ મિતેશ ઝાના માતા-પિતાએ પ્રશાસકશ્રીનો હદયપૂર્વક આભાર માન્‍યો હતો. તેમણે નમો મેડિકલ કોલેજના ડીન અને તમામ સ્‍ટાફગણનો પણ આભાર માન્‍યો હતો.
આરોગ્‍ય નિયામક ડો. વી.કે.દાસે જણાવ્‍યું હતું કે વિદ્યાર્થીઓને સારી સુવિધા સાથે સારું શિક્ષણ આપવું એ નમો મેડિકલ કોલેજની પ્રાથમિકતા છે અને ભવિષ્‍યમાં પણ આવા પરિણામો કોલેજના વિદ્યાર્થીઓના આવે કે જેથી વિદ્યાર્થીઓનું મનોબળ વધતુ રહે. જેના માટે કોલેજનો સમગ્ર સ્‍ટાફ હંમેશા તત્‍પર છે.

Related posts

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

Leave a Comment