Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: પારડી મચ્‍છીમાર્કેટ બાજુમાં સઈદભાઈની ચાલમાં રહેતા શિવશંકર રામસુંદર સિંગને દારૂ પીવાની કુટેવ હતી. તેમના પુત્ર સંદીપ સિંગે અને પુત્રવધૂએ દારૂ પીવાની ના કહેતા આ બાબતનું તેમને માઠું લાગી આવ્‍યું હતું અને વહુ અને પુત્ર પર ગુસ્‍સે થયા બાદ રાતે ઘરમાં રાખેલ જંતુનાશક ડસ્‍ટિંગ પાઉડર પાણીમાં નાખી શિવશંકર પી જતા વોમીટ થતા પરિવારના સભ્‍યો સારવાર માટે પારડી સીએચસી હોસ્‍પિટલ લઈ ગયા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા. જ્‍યાં સારવાર દરમિયાન 30 માર્ચના સવારે શિવશંકરભાઈએ દમ તોડ્‍યો હતો. આ બાબતની જાણ પુત્ર સંદીપ સિંગે પારડી પોલીસને કરતાં પારડી પોલીસે મૃતદેહનો કબ્‍જો લઈ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

ચીખલી રાનકુવા ચાર રસ્‍તા સર્કલ પાસેથી ખારેલ-ધરમપુર માર્ગ પર ભારે વાહનોની અવર જવરથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્‍યા

vartmanpravah

સેલવાસ આમલી રોડ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં ચાલકે કાર ઘુસાડી દીધી

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કડક ટકોર છતાં ચીખલીના ફડવેલમાં મહિલા સરપંચના સ્થાને પતિ જ વહીવટ કરતા હોવાની સભ્યની રાવ

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

Leave a Comment