August 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટર નોટિફિકેશન બાદ ફાટક બંધ કરી દીધું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ઉદવાડા સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રેલવે ફાટક હાઈવે કનેક્‍ટીવીટી માટે ઉપયોગી હતું પરંતુ આ ફાટક પરમેન્‍ટલી બંધ કરવાનો આદેશ જાહેર થઈ ચૂક્‍યો હોવાથી ઉદવાડા ફાટક કાયમ માટે રેલવેએ બંધ કરી દીધું.
ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયા દ્વારા ફેટ કોરિડોરનું કામકાજ પુર ઝડપથી આગળ ધપી રહ્યું છે તે માટે એક વધારાની રેલવે ટ્રેક પણ બીછાવાઈ રહી છે તેઉપલક્ષમાં વલસાડ જિલ્લામાં કાર્યરત નવા આરઓબી બનાવવાની પુરઝડપે કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં ફેડ કોરિડોરની તૈયારીઓના ભાગ રૂપે ઉદવાડા ફાટક પરમેન્‍ટલી બંધ કરી દેવાઈ છે. ડેડીકેટેડ પેટ કોરિડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટરના જાહેરનામા મુજબ તાત્‍કાલિક અસરથી ફાટક બંધ કરી દેવાયું છે તેથી ઉદવાડા તરફથી હાઈવે ઉપર આવતા વાહનોની કનેક્‍ટીવીટી અટકી ગઈ છે. તેથી વાહન ચાલકોએ ફરજીયાત મોતીવાડા અથવા બગવાડા આરઓબીથી અવર જવર કરવી પડશે.

Related posts

રોડ અકસ્‍માતમાં લોકોના જીવ બચાવનાર સેવાભાવી વ્‍યક્‍તિ અને પોલીસકર્મીઓનું વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સન્‍માન કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની મહિલા રાત્રિ ફૂટબોલ મેચની શાનદાર શરૂઆત

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

Leave a Comment