October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિઘરામાં પારડી પોલીસની રેઈડ: પાંચ જુગારીયાઓ રૂા.67510 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.31: પારડી તાલુકાના તિઘરા ગામે પારડી પોલીસે રેઈડ પાડી ઝાડ નીચે જુગાર રમતા પાંચ જુગારીયાઓને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે રોકડ અને વાહન મળી કુલ્લે રૂા.67510નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પારડી પોલીસ મથકના પી.આઈ મયુર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં ફરતી પારડી પોલીસ મથકના પોલીસ કોન્‍સ્‍ટેબલ રાહુલભાઈ, હેડ કોન્‍સ્‍ટેબલ પ્રદીપસિંહ, અશોકભાઈ, જિતેન્‍દ્રભાઈ સહિતની ટીમને તિઘરા ગામે વડીલ ફળિયામાં પ્રવીણભાઈ નાયકાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં આમલીના ઝાડ નીચે તીન પત્તીનો પૈસા વડે જુગાર રમાતો હોવાની બાતમી મળતા છાપો માર્યો હતો અને પોલીસે જુગાર રમતા (1) જીતેશભાઈ એસ/ઓ દિલીપભાઈ રામુભાઈ નાયક ઉ.વ.33 ધંધો, નોકરી, (2) સુરજભાઇ વલ્લભભાઈ હળપતિ ઉ.વ. 21 ધંધો, મજુરી, (3) પ્રવિણભાઈ સોમાભાઈ નાયક ઉ.વ.35 ધંધો, મજુરી ત્રણેય રહે.તિઘરા ગામ, વડીલ ફળીયા તા.પારડી જી.વલસાડ, (4) અરવિંદભાઇ એસ/ઓ મહેશભાઈ ઝીણાભાઈ ધો.પટેલ ઉ.વ.25ધંધો. નોકરી રહે.સારણ ગામ, પારસી ફળીયા (5) ગીરીશભાઈ અરવિંદભાઈ નાયક ઉ.વ.32 ધંધો, કેટર્સ રહે. તિઘરા ગામ, બંગલા ફળીયા તા.પારડી જી.વલસાડને રંગે હાથ ઝડપી પાડ્‍યા હતા અને દાવ પર મૂકેલા તથા અંગ ઝડતી ના મળી રોકડા રૂા.2230 અને રૂા.10000 ના બે મોબાઈલ ફોન, બે એક્‍સેસ મોપેડ નંબર જીજે-15-ડીજી- 5483, અને જીજે-15-ડીપી-8936 જેની કિંમત રૂા.55000 મળી કુલ્લે રૂા.67.510નો મુદ્દામાલ પારડી પોલીસે કબ્‍જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા વિધાનસભા મત વિસ્‍તાર ભાજપનો નૂતન વર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ પોલીસે 3 જેટલા બાર અને રેસ્‍ટોરન્‍ટમાં છાપો મારી ગેરકાયદે ચાલતા ઝડપેલા હુક્કાબાર

vartmanpravah

Leave a Comment