તાત્કાલિક અસરથી આગ બુઝાવી દેવાતા જાહેર રોડ પર મોટી દુર્ઘટના ટળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: વાપી નેશનલ હાઈવે હોટલ પેપીલોન નજીક આવેલી જી.ઈ.બી.ની ઈલેક્ટ્રીક ડી.પી.માં ગતરોજ સાંજે અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી નેશનલ હાઈવે હોટલ પેપીલોન સામે ગતરોજ સાંજના અચાનક ઈલેક્ટ્રીક ડીપીમાં આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે વાતાવરણમાં ગોટેગોટા છવાઈ જતા વ્યસ્ત રોડ ઉપર ગભરાહટ છવાઈ જવા પામ્યો હતો. તાત્કાલિક નોટિફાઈડ ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સમયસર પહોંચીને આગ પર કાબુ કરી દીધો હતો. અલબત્ત થોડો સમય તો જાહેર રોડ હોવાથી વાહનોની ભરચક વિસ્તાર હોવાથી કોઈ અનહોની ઘટી શકે એમ હતી પરંતુ આગને ત્વરીત કાબુ કરી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.