Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

  • દીવ નગરપાલિકા સમક્ષ મિલકતનાં માલિકે અનઅધિકૃત રીતે તાણી બાંધેલ પોતાની મિલકતને તોડી પાડવા જણાવ્‍યું હતું

  • તમામ નાગરિકો જો આવી રીતે અનઅધિકૃતબાંધેલ અને પ્રશાસનને વિકાસકામોમાં અડચણરૂપ બાંધકામો સ્‍વૈચ્‍છાએ દૂર કરે તો સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનાં વિકસિત દીવનાં લક્ષ્યને હાંસલ કરવામાં સરળતા રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : મળતી માહિતી મુજબ સ્‍માર્ટ સીટીની યાદીમાં સમાવિષ્‍ટ શહેર દીવમાં હોટેલ કોહિનૂરની સામે આવેલ ગાંધી રેસીડેન્‍સીનાં નામે ઓળખાતી પી.ટી.એસ. નંબર 108/8 વાળી ક્‍લાસ ટુ વાળી જમીનની માલિકી નવીનચંદ્ર ગાંધી તેમજ હસુમતીબેન ગાંધીનાં નામે નોંધાયેલ અને આ જમીનમાં નિયમ મુજબની કાર્યવાહી કરી રહેણાંકનાં પ્‍લોટ પાડવામાં આવેલ હતાં અને આ પ્‍લોટોની ફાળવણી કરવામાં આવેલ હતી અને તે પ્‍લોટ પૈકી પ્‍લોટ નંબર 108/8/1ની ફાળવણી દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીને કરવામાં આવેલ અને આ પ્‍લોટમાં નગરપાલિકાનાં નિયમ મુજબ બાંધકામ કરી તે પ્‍લોટની સાર, સંભાળ અને ઉપયોગ કરવા બાબત તથા અન્‍ય જરૂરી તમામ કાયદાકીય મંજૂરી મેળવવા બાબતે બંને જમીન માલિક દ્વારા વર્ષ 2011માં દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીની તરફેણમાં એક કુલમુખત્‍યાર પત્ર કરી આપવામાં આવેલ હતું.
પરંતુ આ પ્‍લોટમાં નગરપાલિકાનાં નિયમને નેવે મુકી સેટ બેક વાળા હિસ્‍સામાં અને રોડની સેન્‍ટર લાઈનથી જરૂરી અંતર છોડયા વિનાનું બાંધકામ કરવામાં આવેલ હતુંઅને તે અંગે વર્ષ 2018માં દીવ નગરપાલિકા તરફથી દીવ શહેર વિસ્‍તારનાં પી.ટી.એસ. નંબર 108/8/1 વાળા પ્‍લોટમાં સેટ બેકનાં હિસ્‍સામાં અનઅધિકૃત રીતે કરેલ બાંધકામને દૂર કરવા જણાવવામાં આવેલ હતું. આ નોટિસની સામે મૂળ જમીન માલિકનાં કુલમુખત્‍યાર પત્રને આધારે કુલમુખત્‍યાર દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીએ પોતે અનઅધિકૃત રીતે કરેલ બાંધકામને બચાવવા માટે દીવની કોર્ટમાં જાન્‍યુઆરી 2019માં દાવો દાખલ કરેલ.
આશરે ત્રણ વર્ષ અને સાત મહિનાની લડતને અંતે દીવ સિવિલ કોર્ટનાં મહે. સિવિલ જજ (એસ.ડી.) દ્વારા તા.2/09/2022નાં રોજ હુકમ કરવામાં આવેલ જે મુજબ દીવ નગરપાલિકા દ્વારા તા.27/12/2018નાં રોજ કરવામાં આવેલ નોટિસ/ હુકમ અનુસાર અનઅધિકૃત રીતે કરેલ બાંધકામને દૂર કરવું જોઈએ તેવું તારણ પ્રસ્‍થાપિત થયું હતું. આ હુકમની સામે મૂળ માલિક હસુમતીબેન ગાંધીનાં કુલમુખત્‍યાર ધારકે દીવની અપીલ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ સમગ્ર પ્રકરણ બાબતે હસુમતીબેન ગાંધી શરૂઆતથી અજાણ હતાં અને આヘર્યની વાત એ હતી કે સમગ્ર કાયદાકીય પ્રક્રિયા તેઓનાં કુલમુખત્‍યાર પત્રને આધારે થઈ રહેલ હતી. મૂળ જમીન/મિલકત માલિક હસુમતીબેન ગાંધીને તેઓનાં કુલમુખત્‍યાર પત્રને આધારે અનઅધિકૃત રીતે થઈ રહેલ બાંધકામની હકીકત જાણવામળતાં તેઓએ જોરદાર આંચકો અનુભવ્‍યો હતો અને પ્રશાસનમાં પોતાની કે પોતાનાં સ્‍વર્ગસ્‍થ પતિનાં નામની શાખને હાની ન પહોંચે તે માટે દીવની અપીલ કોર્ટમાં દાખલ અપીલ ક્રમાંક આર.સી.એ. ક્રમાંક 05/2022માં પક્ષકાર તરીકે જોડાયેલ.
હસુમતીબેન ગાંધીનાં કુલમુખત્‍યાર પત્રને આધારે દીવ નગરપાલિકા સામે ચાલી રહેલ કોર્ટ વિવાદમાં હાલ મળી રહેલ જાણકારી મુજબ સુખદ અંત તરફ જઈ રહેલ હોવાની હકીકત પ્રકાશમાં આવેલ છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ હસુમતીબેન નવીનચંદ્ર ગાંધીનાં કુલમુખત્‍યાર ધારક દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીએ દીવ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તા.27/12/2018નાં રોજ આપવામાં આવેલ નોટિસ/હુકમ અનુસાર દીવનાં પી.ટી.એસ. નંબર 108/8/1માં નિયમ વિરુદ્ધ અને સેટ બેકમાં કરવામાં આવેલા બાંધકામને પોતે સ્‍વૈચ્‍છાએ તબક્કાવાર દૂર કરવાનું શરૂ કરેલ છે.
અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ હસુમતીબેન નવીનચંદ્ર ગાંધીએ દીવનાં બંદર ચોક વિસ્‍તારનાં પી.ટી.એસ. નંબર 61/35 માં અનઅધિકૃત રીતે બાંધવામાં આવેલ ડી.પી.રેસ્‍ટોરન્‍ટનાં સ્‍ટ્રક્‍ચરને તોડી પાડવા માટે દીવ નગરપાલિકાને પોતે સ્‍વૈચ્‍છાએ જાણ કરી હતી.
આ બંને ઉદાહરણને ધ્‍યાને લઈ તમામ નાગરિકો જો આવી રીતે અનઅધિકૃત બાંધેલ તેમજ પ્રશાસનને અડચણ રૂપ બાંધકામો સ્‍વૈચ્‍છાએદૂર કરે તો સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં વિકસિત તથા વધુ સુંદર દીવનાં લક્ષ્યને હાંસલ કરવામાં સરળતા રહેશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

vartmanpravah

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah

Leave a Comment