(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી, ઈસ્કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે ભગવાનના આશીર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી.
આ વેળાએ ડીએસપી શ્રી કરણરાજ વાઘેલા, ડીવાયએસપી શ્રી બી. એન. દવે, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, વાપી નોટીફાઇડ હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, કરોબરી ચેરમેન મનોજભાઈ પટેલ, અગ્રણીશ્રીઓ શ્રી બલવંત તાયલ, શ્રી એલ. એન. ગ્રગ, શ્રી રાજેશભાઈ દુગ્ગ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ ઠાકુર અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.