June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ખેરલાવમાં લગ્નના પાંચ દિવસ પહેલા કન્‍યા સહિત માતા અને નાની બહેન રહસ્‍યમય રીતે લાપતા

બ્‍યુટી પાર્લરમાં જવાનું કહી માતા સહિત બંને બહેનો ઘરે પરત ન ફરતા પિતાએ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી તાલુકાના ખેરલાવ સામર ફળિયા ખાતે અજીબો ગરીબ રહસ્‍યમય કિસ્‍સો બહાર આવવા પામ્‍યો છે. ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન અંભેટી ખાતે રહેતા એક યુવક સાથે નક્કી થયા હતા અને આજથી પાંચ દિવસ બાદતારીખ 27-05-2023 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. તારીખ 25-05-2023 ના રોજ ચાંદલાની વિધિ હોય પિતા રસિકભાઈ હોંસે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા અને એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્‍યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.
સાંજ થવા છતાં ત્રણેય માતા પુત્રીઓ ઘરે પરત ના ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્‍વીચ ઓફ આવતા કંઈક અજુકતું બન્‍યું હોવાનું સમજી સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો અને કુટુંબીઓ માતા અને બે પુત્રીઓને શોધવામાં જોડાયા હતા. બે દિવસ અનેક જગ્‍યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાકયા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્‍ટેશન આવી પત્‍ની અને બે પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર બનાવમાં એક લાચાર પિતા અને પતિની વ્‍યથા સામે આવી છે. લાચાર પિતા અને પતિ અનેક કપરી પરિસ્‍થિતિઓનો સામનો કરી રહ્યા છે. પોતાની પત્‍ની સહિત બંને દીકરીઓ પરત ન ફરતા મનમાં અનેક વિચારોને લઈ તેઓને પત્‍ની સહિત બંને દીકરીઓની ચિંતા સતાવી રહી છે, સાથે સાથે સમાજમાં પોતાની ઈજ્જત પણ ગઈ હોવાનો ડર લાગી રહ્યો છે અને આવા સંજોગોમાં જેમનીસાથે પુત્રીના લગ્ન લેવાના હતા એવા નવા બનનાર જમાઈ અને વેવાઈઓને પણ શું જવાબ આપીએ’ની કસમક્‍સ વચ્‍ચે એક લાચાર પિતા અને પતિ હાલમાં તો પોલીસ સ્‍ટેશને પોતાની પત્‍ની અને બંને દીકરીઓની ગુમ થવાની ફરિયાદ નોંધાવી રહ્યા છે.

Related posts

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

મોટી દમણ નવા લાઈટ હાઉસ બીચ પર 14મી ઓગસ્‍ટની સાંજે ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું ઉજવાશે: જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના અધ્‍યક્ષ તરીકે સર્વાનુમતે સત્‍યેન્‍દ્ર કુમારની વરણીઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ‘સબકા પ્રયાસ’થી ઉદ્યોગોની સમસ્‍યાના સમાધાન માટે આપેલો કોલ

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

Leave a Comment