September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

પ્રમુખ તરીકે વર્તમાન સેક્રેટરી સતિષ પટેલ અને સેક્રેટરી તરીકે કલ્‍પેશ વોરાનું નામ નક્કી જેવું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: નિયમાનુસાર વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (વી.આઈ.એ.)ની ચૂંટણી જાહેર થઈ ચૂકી હતી પરંતુ વિરોધ પક્ષ તરફથી એક ફોર્મ નહીં ભરાતા 14 મેમ્‍બરની કમિટી બિનહરિફ વિજેતા બની હતી. તેથી વર્તમાન ઈસી કમિટીની મુદત એપ્રિલમાં પુરી થઈ રહી છે ત્‍યારે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં વી.આઈ.એ.ની સાધારણ સભા યોજાશે. જેમાં વિધિવત નવા હોદ્દેદારો વરણીની પ્રક્રિયા પુરી કરાશે.
અચંબારૂપ સમાચાર તે એ હતા કે 1100 જેટલા નોંધાયેલા મેમ્‍બર પૈકી વી.આઈ.એ.ની ચૂંટણીમાં એક પણ વિરોધ પક્ષ તરફથી ફોર્મ ભરાયેલ નહીં તેથી શાસક પક્ષથી એક્‍ઝિક્‍યુટિવ મેમ્‍બર તરીકે 14 ફોર્મ ભરાયેલા તે તમામ ઉમેદવારો બિનહરિફ જાહેર થયા હતા તેથી આગામી મે મહિનાથી શરૂ થનાર નવી ટર્મમાં 14 ઈ.સી. મેમ્‍બર વી.આઈ.એ.નો વહિવટ સંભાળશે તેમજ સામાન્‍ય સભામાં નવી કારોબારીને બહાલ કરાશે. જો કે વી.આઈ.એ.ની પરંપરા રહી છે. જે સેક્રેટરી હોય તે નવીન પ્રમુખનો હોદ્દો સંભાળે છે તેથી વર્તમાન સેક્રેટરી સતિષ પટેલ આગામી ટર્મ માટે નવા પ્રમુખ હશે તેમજ સેક્રેટરી તરીકે કલ્‍પેશ વોરાનું નામ નિશ્ચિત મનાય છે. નવા યુવાન ચહેરાઓને તક આપવામાં આવી રહી છે.

Related posts

ઉદવાડા ગામના મજનુને શબક શીખવાડતી પારડી પોલીસ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

Leave a Comment