December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે મંજૂર કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : ગઈકાલ મંગળવાર તા.15મી નવેમ્‍બરના રોજ ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત સરપંચ શ્રી શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં કડૈયા ગ્રામ પંચાયતની ગ્રામસભા મળી હતી.જેમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અને કડૈયા વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી મૈત્રીબેન પટેલ, દમણ જિલ્લાના વિકાસ ઘટક અધિકારી (બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણા, દમણ જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગના સહાયક ઈજનેર શ્રી સંદિપભાઈ તંબોલી અને અન્‍ય વિભાગથી આવેલા અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલે ગ્રામ પંચાયતની સિમિત સત્તા અને ધારાધોરણ હેઠળ કરેલા વિકાસકામોની પણ જાણકારી આપી હતી અને 2023-’24 માટેના પ્રસ્‍તાવો પણ રજૂ કર્યા હતા.
આ ગ્રામસભામાં વિવિધ વિભાગોથી આવેલા અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાના વિભાગમાં કાર્યરત ભારત સરકાર તથા સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિસ્‍તૃત માહિતી આપી હતી.
કડૈયા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલે ગ્રામસભાની કાર્યસૂચિ મુજબ ગત વર્ષની ફિઝિકલ પ્રોગ્રેસ, ફંડ યુટિલાઈઝેશન, ચાલુ વર્ષની યોજનાઓનું અમલીકરણ તથા અગામી વર્ષના એક્‍શન પ્‍લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના આદેશ મુજબ આવનારા વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેનેસર્વાનુમતે મંજૂર કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા પખવાડીયા ઉજવણીનો સાનદાર પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો કરાયો શુભારંભ

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર અને ડૉ. એપીજે અબ્‍દુલ કલામ કોલેજ દ્વારા જિલ્લા સ્‍તરીય યુવા ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment