(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૬ : સામાજિક ન્યાયના પ્રણેતા, ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૯મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યાલય દમણ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત ભાજપના તમામ પદાધિકારીઓઍ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને નમન કર્યા હતા. ત્યારબાદ પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર શ્રી મજીદ લધાણીઍ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પરિચય અને તેમના દ્વારા સમગ્ર માનવજાત માટે કરવામાં આવેલા સંઘર્ષપૂર્ણ કાર્યોને યાદ કરાયા હતા. આ અવસરે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી મહેશ આગરિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી નવીનભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, પ્રદેશ મહિલા મોરચાની અધ્યક્ષા શ્રીમતી સિમ્પલબેન કાટેલા, પ્રદેશ મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, શ્રી રજનીકાંત ટંડેલ, પ્રદેશ ઓબીસી મોરચાના મહામંત્રી શ્રી ભરત પટેલ, શ્રી પ્રમોદ દમણિયા સહિત જિલ્લા ભાજપ મોરચાના અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.