September 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાનહ જિલ્લા પંચાયતે ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ-ગ્રામીણ 2023′ હેઠળ માર્ચ 2023માં ફાઈવ સ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્‍યો હોવાની માહિતી જલ શક્‍તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તેના ટ્‍વીટર હેન્‍ડલના માધ્‍યમથી શેર કરવામાં આવ્‍યું હતી.
‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ-ગ્રામીણ’ ભારતના ગ્રામીણ વિસ્‍તારોની સ્‍વચ્‍છતા અને તેથી સ્‍થિતિનું મૂલ્‍યાંકન કરવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતો વાર્ષિક સર્વે છે. આ સર્વે વિવિધ પરિણામો જેમ કે વેસ્‍ટ મેનેજમેન્‍ટ, ખુલ્લામાં શૌચ, ઘન કચરાનું વ્‍યવસ્‍થાપન વગેરેપર ધ્‍યાન કન્‍દ્રિત કરે છે.
નોંધનીય છે કે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવે ગત વર્ષે નાના રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં રેન્‍કિંગમાં બીજો ક્રમ મેળવ્‍યો હતો.
આ વર્ષે જિલ્લા પંચાયત દાનહ સેલવાસ દ્વારા આ પ્રતિષ્ઠિત સર્વેક્ષણમાં તેના રેન્‍કિંગને સુધારવા માટે ખુબ જ મેહનત કરી છે જેની અસરથી છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના પ્રદર્શન સાથે જિલ્લો ફોર સ્‍ટારમાંથી ફાઈવ સ્‍ટાર કેટેગરીમાં આવ્‍યો છે.

Related posts

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

vartmanpravah

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમની જળસપાટીમાં થયેલો વધારોઃ મંગળવારે 20113 ક્‍યુસેક પાણી છોડાયું 

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

Leave a Comment