Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

દમણથી સામાન ભરી ટેમ્‍પો મુંબઈ જતો હતો ત્‍યારે ગુંજન બ્રિજ પાસે સિગ્નલ લાઈટ ચાલું કર્યા વગરના કન્‍ટેનરમાં ભટકાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી હાઈવે ગુંજન બ્રીજ નજીક ઉભેલા કન્‍ટેનરમાં ટેમ્‍પો ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ટેમ્‍પો ચાલક ટેમ્‍પોની બોડીમાં ફસાઈ જતા ઘટના સ્‍થળે જ મોત ભેટયો હતો.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્‍ટ્ર ખાતે નંદવાણા ટ્રાન્‍સપોર્ટ ચલાવતા રીતેશભાઈ નંદવાણા આઈસર ટેમ્‍પો નં.ડીડી 01 કે 9917 ઉપર ચાલક તરીકે નોકરી કરતા હતા. બુધવારે રાતે દમણથી માલ ભરીને 11 વાગે પરત મુંબઈ જવા ટેમ્‍પો લઈને નિકળ્‍યા હતા ત્‍યારે ગુંજન બ્રીજ ઉપર એક કન્‍ટેનર સિગ્નલ લાઈટો ચાલુ રાખવા સિવાય પાર્ક કરેલ સુરત મુંબઈ લાઈન ઉપર પડયું હતું એ દરમિયાન ધડાકાભેર ટેમ્‍પો કન્‍ટેનરમાં ભટકાતા ટેમ્‍પાનું કેબીન કુચડો મળી ગયું હતું. અકસ્‍માતમાં ચાલક રીતેશભાઈ ટેમ્‍પાની કેબીનમાં ફસાઈ જતા ઘટના સ્‍થળે જ તેમનું કરુણ મોત નિપજ્‍યું હતું.

Related posts

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

vartmanpravah

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment