Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અંદાજીત રૂપિયા 800
લાખના 337 વિકાસ કામો મંજૂર

જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર થયેલા કામોને ઝડપથી હાથ ધરી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની તાકીદ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને નવસારી જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત 2024-25 ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા 800 લાખના 337 વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્‍યું હતું.
બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લાના વિકાસકામોનું આયોજન હાથ ધરાય ત્‍યારે જિલ્લામાં પ્રજાલક્ષી જરૂરિયાતવાળા અગત્‍યના કામો મહત્તમ રીતે આવરી લેવાની સાથે સામૂહિક વિકાસનાં કામોને અગ્રતા અપાય તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી. તેમણે પ્રત્‍યેક ગામોમાં સ્‍થાનિકકક્ષાએ પ્રાથમિક્‍તા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ગુણવત્તાયુક્‍ત અને ઝડપથી પૂર્ણ કરવા તથા મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્‍યું હતું.
વધુમાં જણાવ્‍યું કે, સંસદસભ્‍યશ્રી અને ધારાસભ્‍ય શ્રીના કામોને અગ્રતા આપી સમયસર કામો પૂર્ણ કરવા સાથે માર્ચના અંત સુધીમાં બાકી રહેલા કામો ઝડપભેર પૂર્ણ તાકિદ કરી હતી.
આ બેઠકમાં નવસારી ધારાસભ્‍યશ્રીરાકેશભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્‍ય શ્રી નરેશભાઈ પટેલ તરફથી જરૂરી રચનાત્‍મક સૂચનો પણ કરાયાં હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્‍ય શ્રી આર.સી.પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.બગીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા આયોજન મંડળના સદસ્‍યશ્રીઓ, સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

દાનહના ઊંડાણના વિસ્‍તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્‍યથા

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના આરોપીને ચોવીસ કલાકમાં જ ઝડપી પાડયા

vartmanpravah

દમણઃ ભીમપોર ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

Leave a Comment