November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

સ્‍કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓ તમને શિસ્‍તબદ્ધ અને સેવાલક્ષી બનાવશેઃ ગુરૂકુળના સ્‍થાપક અને આચાર્ય વિનય પાંડે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી રેન્‍જર લીડર સોનિયા સિંઘ, યંગ રોવર અનુરાગ સિંહ, મનીષ ઝા, સંયોગિતા સિંહ, આદર્શ સિંહ, પંકજ સોની, વિરેન પટેલ, રાકેશ તિવારી અને 20સ્‍કાઉટ ગાઈડની ઉપસ્‍થિતિમાં ગુરૂકુળ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની સ્‍થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના સભાખંડમાં શાળાના આચાર્ય શ્રી વિનય પાંડે સહિત તમામ શિક્ષકો અને 159 વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍કાઉટ ગાઈડની સ્‍થાપના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે રેન્‍જર લીડર સોનિયા સિંઘે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતાં જણાવ્‍યું હતું કે, સ્‍કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓમાં દાદરા નગર હવેલી ભારત સ્‍કાઉટ ગાઈડ ઘણા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે તમામ બાળકોમાં શારીરિક, માનસિક અને નૈતિક રીતે વિકાસ પામે છે. આ અવસરે અનુરાગ સિંહ અને મનીષ ઝાએ જણાવ્‍યું હતું કે સ્‍કાઉટ ગાઈડ એ વિશ્વવ્‍યાપી સંસ્‍થા છે જેમાં યુવાઓને દેશ-વિદેશની સંસ્‍કૃતિ, ખાનપાન, વેશભૂષાનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડવામાં આવે છે.
આ દરમિયાન સ્‍કાઉટ ગાઈડના સ્‍થાપક લોર્ડ બેડન પોવેલ અને લેડી બેડન પોવેલની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી, સાથે તમામ રજીસ્‍ટર્ડ(નોંધાયેલ) સ્‍કાઉટ ગાઈડને સ્‍કાર્ફ પહેરાવીને પ્રતિજ્ઞા આપવામાં આવી હતી, ત્‍યારબાદ બાળકો દ્વારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે શાળાના સંચાલક અને આચાર્ય શ્રી વિનયપાંડેએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે્‌ સ્‍કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓ દ્વારા શિસ્‍તબદ્ધ અને સેવાલક્ષી બનશે, તેમજ જિલ્લા, રાજ્‍ય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે તમામ શિબિરોમાં ભાગ લઈ તેઓને ગૌરવ અપાવી રહ્યા છે. સાથે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અને સ્‍પર્ધાઓમાં ભાગ લઈ પોતાની સહભાગિતા આપે છે. આમાં તમામ પ્રકારના અભ્‍યાસ દરમિયાન દિશા, અંદાજ, પ્રાથમિક સારવાર, શિબિર, પ્રવાસ, રસોઈ, તાલીમનું જ્ઞાન આપવામાં આવે છે, જેના માટે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ અને દાનહ પ્રશાસનનો શ્રી વિનય પાંડેએ આભાર માન્‍યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રતિમા તિવારી, ખુશ્‍બુ મિશ્રા અને મંજુ દુબેએ સંયુક્‍ત રીતે કર્યું હતું.

Related posts

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment