October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

ગુરુવારે ભીમપોર, કડૈયા, મરવડ અને દુણેઠા ગ્રામ પંચાયત માટે ભીમપોર પંચાયત ઘર તથા શુક્રવારે કચીગામ, વરકુંડ, દાભેલ, આટિયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયત માટે કચીગામપંચાયત ઘર ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.ર1
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વિવિધ સુવિધાઓ ઘર આંગણે કે મોબાઈલ ફોનના ટેરવે મળે એવી વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવી છે. પ્રદેશના લોકોને સરકારી કાર્યાલયનો ધક્કો ખાવો નહી પડે અને તેમના સમય તથા પૈસાની પણ બચત થાય એવા ઉમદા હેતુથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી જિલ્લા પ્રશાસન દ્વારા પ્રદેશમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કડીમાં દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.ર1મીથી ર4મી ડિસેમ્‍બર દરમિયાન ઉજવાય રહેલા ‘સુશાસન સપ્તાહ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આવતી કાલ તા.રરમી ડિસેમ્‍બરથી ર4મી ડિસેમ્‍બર સુધી વિવિધ પંચાયતોમાં પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવાસીઓને સ્‍થળ ઉપર જ વારસાઈ માટે આવેદન, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માટે આવેદન, કાસ્‍ટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે આવેદન, આધારકાર્ડ, જમીનની માપણી, નક્‍શાની નકલ વગેરે માટે સ્‍થળ ઉપર અરજી કરી શકશે. જેના કારણે ગ્રામવાસીઓને કલેક્‍ટર કાર્યાલય સુધી જવાની જગ્‍યાએ પંચાયતોના ગ્રામવાસીઓ ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમના સ્‍થળેપહોંચી પોતાની જરૂરીયાત સંતોષી શકશે.
આવતી કાલ તા.રરમી ડિસેમ્‍બરના રોજ સવારે 10 :00 વાગ્‍યાથી સાંજના પઃ00 વાગ્‍યા સુધી મગરવાડા પંચાયત ઘર ખાતે મગરવાડા, પટલારા, દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયતના લોકો માટે પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાશે. જ્‍યારે 23મી ડિસેમ્‍બરે ભીમપોર, કડૈયા, મરવડ અને દુણેઠા ગ્રામ પંચાયત માટે ભીમપોર પંચાયત ઘર તથા 24મી ડિસેમ્‍બરે કચીગામ, વરકુંડ, દાભેલ, આટિયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયત માટે કચીગામ પંચાયત ઘર ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા નાયબ કલેક્‍ટર (હે.ક્‍વા) શ્રી મોહિત મિશ્રાએ ગ્રામ્‍ય વિસ્‍તારની જનતાને અપીલ કરી છે.

Related posts

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

વાપી મુસ્‍કાન ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

Leave a Comment